________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
તને અનુભવ છે, માટે કડવાં વિપાક આપનાર વિશ્વાસનો ત્યાગ કરી ઉત્તમ યા પ્રબળ સત્યવાન મનુષ્યને લાયક ચારિત્ર ગ્રહણ કરવું તે તને એગ્ય છે. તેમ કરવાથી જ આ તારી માનવજિંદગી સફળ થશે.
ભગવાન મહાવીરદેવના ઉપદેશથી ચંડવેગ પ્રતિબોધ પામે અને તરત જ વીર પરમાત્મા પાસે તેણે ચારિત્રને સ્વીકાર કર્યો.
દેવી સુદર્શન, પિતાના ભાઈને ચારિત્ર ગ્રહણ કરાવવારૂપ ઉત્તમ રીતે પ્રતિબોધ અપાવી, હર્ષ પામતી સપરિવાર ઇશાન દેવલોકમાં ગઈ. ચંડવેગ મુનિને વર પરમાત્માએ ઉત્તમ શિક્ષા આપી. મહીનુભાવ ! તમારે નિરંતર અપ્રમત્તપણે રહેવું. છ જવનિકાયના સર્વ છરોનું સર્વ પ્રકારે રક્ષણ કરવું. ઉપગપૂર્વક સમિતિ, ગુપ્તિનું પાલન કરવું. ખગની ધારની માફક તિક્ષણ પાંચ મહાવ્રતનું પાલન કરવું. નિરંતર જ્ઞાન, દર્શન, ચારિત્રમાં વૃદ્ધિ કરવી. સત્ર, અર્થમાંથી સાર-તત્વ ગ્રહણ કરવું. ધર્મમાર્ગમાં આત્મશક્તિ બીલકુલ ન છુપાવવી. સત્તર પ્રકારે સંયમનું પાલન કરવું. અઢાર પ્રકારે સુવિશુદ્ધ બ્રહ્મચર્યમુસિ ધારણ કરવી, દુઃસહ પરિસહ સહન કરવી. શરીરના નિર્વાહ અર્થે બેંતાલીશ દેષરહિત આહાર લે. ગુરૂકુળવાસમાં નિત્ય વસવું. ઇંદ્રિયરૂપ ઘોડાઓને સારી રીતે દમને વશ રાખવા. રાગ, દ્વેષાદિ સુભટનો વિજય કરે. પરિણામની વિશુદ્ધિરૂપ શ્રેણિ પર આરૂઢ થઈ યથાખ્યાત ચારિત્ર મેળવવું. અપશસ્ત કૃષ્ણાદિ લેશ્યાઓનો ત્યાગ કરે. શુકલાદિ પ્રશસ્ત લેગ્યામાં વૃદ્ધિ કરવી. મેહનો ત્યાગ કરવો. આd, રૌદ્ર ધ્યાન પાસે પણ આવવા ન દેવાં. ધર્મધ્યાન તથા શુલધ્યાનમાં પ્રવેશ કરે. આ પ્રતિબદ્ધ થવું. શરીર ઉપર પણ મમત્વભાવ ન રાખો. છેવટે પંડિત ભરણે મરણ પામી જન્મમરણના ફેરાથી નિત્યને માટે મુક્ત થવું.
ઇત્યાદિ મહાવીર પ્રભુના મુખથી હિતશિક્ષા પામી તે મુનિ પિતાના આત્માને કૃતાર્થ માનતા પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે
For Private and Personal Use Only