________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨)
પ્રકાશ કરતાં, માણિક્ય જડેલાં કુંડળો જિનેશ્વરના કપોળ મૂલ આગળ સ્થાપવામાં આવ્યાં. જગતગુરૂની નિર્મળ કાતિના કંદની માફક ઉજવળ મોતીઓને હાર વિશાળ હૃદયપદ પર પહેરાવવામાં આવ્યું. સકળ જગજંતુઓનું હિત કરનાર જિનેશ્વરના વક્ષસ્થળમાં રાજપુત્રીએ સ્થાપન કરેલું શ્રીવ પુજના પંજની માફક શોભતું હતું. ત્રણ ભુવનના રૂપને જીતનાર ભુવનનાથના બાહુ યુગલ ઉપર રાજકુમારીએ સ્થાપન કરેલ કેયુર યુગલ સુર, નરના પ્રત્યક્ષ સુખની માફક શોભતું હતું. મંદાર, બકુલ, ચંપક, પાડળ, ભચકુંદ, સતપત્ર, કુંદ, માલતી, ગુલાબ, મેગરે, જાણ, જુઈ, કેતકી પ્રમુખનાં સુગંધી પુષ્પની માલા, પ્રભુના કંઠસ્થળમાં આરોપણ કરી. આ પ્રમાણે રાજકુમારી તે પ્રભુની ત્રિકાળ પૂજા કરવા લાગી. જિનેશ્વરની આગળ ધૂપ નિમિત્તે બળતા અગર, કર્યુંરાદિ, તેમાંથી નીકળતો ધૂમ તે જાણે રાજપુત્રીને પાપ પુંજ બળતો હોય તેમ જણાતે હતો.
કંસાલ, કાહલ, મૃદંગ, ઝાલર, ભંભા, માદળ, પણવ, શંખ, નંદી વગેરે જિનેશ્વર આગળ વગાડતા વાજીંત્રના શબ્દ જાણે રાજકુમારોના જયને પડહ દુનિયામાં વાગતો હોય તેમ કવિઓ અનુમાન કરતા હતા.
સુદર્શનાએ જિનેશ્વરની આગળ ગીત, નૃત્યાદિ ભક્તિ કરવા માટે, રતિના રૂપને જીતે તેવી સ્વરૂપમાન, સ્ત્રીઓની ચોસઠ કળાને જાણનારી, નવ પ્રકારના રસથી પુલકિત અંગવાળી અને ધન, કનકાદિ સમૃદ્ધિ પાત્ર અનેક વિલાસણ એ પિતાની પાસે રાખી.
રાજકુમારીએ, દુઃખિયાં, દુઃસ્થિત મનુષ્ય માટે અનેક પ્રકારનાં ભજનની સામગ્રીવાળી અનેક દાનશાળાઓ ચાલુ કરી.
સ્વધર્મીઓ માટે દાનશાળા, ઔષધશાળા અને ધર્મશાળાઓ બંધાવી. મુનિઓને ભકિત પૂર્વક નિર્દોષ આહાર. સુપાત્ર બુદ્ધિથી પિતાને હાથે આપવા લાગી.
For Private and Personal Use Only