________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૫)
જેમ આંધળે મનુષ્ય દેખતા પાંગળા મનુષ્યના ખંભા ઉપર બેસી વન દાવાનળને પાર પામી શકે છે તેમ આંધળી ક્રિયા પાંગળારૂ૫ દેખતા જ્ઞાનની મદદથી, ભવ વનદાહને પાર પામે છે.
જ્ઞાન પ્રકાશક છે, સંયમ આવતાં કર્મને રોકનાર છે અને ધ્યાનાદિ તપ પૂર્વ કર્મને કાઢી નાંખનાર છે. આ ત્રણેના એક સાથેના ગથી વીતરાગ દેવોએ મેક્ષ થવાનું કહ્યું છે.
ચારિત્ર વિનાનું જ્ઞાન, શ્રદ્ધા વિના મુનિવેશનું ગ્રહણ અને સંયમ વિનાને તપ એ નિર્વાણ કાર્યમાં નિષ્ફળતા પામે છે. સદાચરણની મુખ્યતાવાળું જ્ઞાન, શ્રદ્ધાન સહિત યુનિવેશનું ગ્રહણ અને સંયમ સહિત કરાતો તપ, આ ત્રણથી ભવને ક્ષય થાય છે.
જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્નને એકીસાથે ધારણ કરનાર મનુષ્યો દુર્લભ છે. આ ત્રણે રત્નનું સાથે આરાધન કરનાર જીર્ણવૃષભની માફક, ક્રમે, મનુષ્ય, દેવ અને મોક્ષનાં સુખ પામે છે.
જીણું વૃષભ, આ ભારતવર્ષમાં ક્ષેમકુશળતાના પ્રચુર કારણોથી ભરપૂર ક્ષેમપુરી નામની નગરી હતી. તે નગરીમાં ન્યાય અને વિનયાદિ ગુણોમાં પ્રવીણ નયદત્ત નામને શ્રેષ્ઠ રહેતો હતો.
શીયલ આદિ ગુણોથી પતિને આનંદ આપનાર વસુનંદા નામની તેને પત્ની હતી. ધનદત અને વસુદત્ત નામના તેમને બે પુત્રો હતા. ચેક પુત્ર ગુણવાન હતા, નાને પુત્ર વિદ્વાનોમાં માન પામવા યોગ્ય હતો છતાં તેમાં માનપણાને કાંઈક અવગુણ હતે.
વક્રસ્વભાવવાળો વામદેવ નામનો વિક, તે શ્રેણી પુત્રીને બાલમિત્ર હતો. તે શહેરમાં સમુદ્રદત્ત નામને ધનાઢય શ્રેણી રહેતો હતો. તેને ગુણવતી નામની ગુણવાન પુત્રી હતી. આ પુત્રીને વિવાહ નયદત્ત શેઠના પુત્ર ધનદત્તની સાથે, ગુણવતીના પિતાએ અનેક જન સમક્ષ મહાન ગૌરવથી કર્યો હતે.
તે શહેરમાં લક્ષ્મીવાન, ગુણવાન અને રૂપવાન શ્રીકાંત નામ
For Private and Personal Use Only