________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
પાંચ મેટાં વહાણ લઈ શુભ મુહૂર્ત સમુદ્ર રસ્તે પાટલીપુત્ર તરફ જવાનું પ્રયાણ કર્યું.
અહા મનુષ્ય ચિંતવે છે જુદું અને થાય છે જુદું જ ગમે તેટલા ઉત્તમ મુદ્દતે બે, તથાપિ પુન્યની પ્રબળતા સિવાય પ્રારંભેલ કને પાર પામી શકાતો નથી. જ્યારે ભાગ્યેજ પ્રતિકૂલ હોય ત્યારે શુભ ચા અને ઉત્તમ મુહૂર્તે શું કરશે ? વશિષ્ઠ ઋષિએ રામચંદ્રજીને રાજવારોડણ કરાવવાનું ઉત્તમ લગ્ન આપ્યું તે જ લગ્ન રામચંદ્રજીને વનવાસ જવું પડ્યું. કહ્યું છે–
कर्मणो हि प्रधानत्वं किं कुर्वति शुभा ग्रहाः । वशिष्ठदत्तलग्नोऽपि रामः प्रबजितो बने ॥ १ ॥
કવી કર્મની પ્રબળ વિષમતા ! દુર્ભાગ્યના ઉદયથી સમુદ્રમાં પવન પ્રતિકૂળ વાવા લાગ્યા. પવનના પ્રબળ ઝપાટાથી વહાણો જુદી જુદી દિશામાં જુદાં પડી ગયાં. સો ત્રટી ગયાં. પાણીનાં મોટાં મોટાં મોજાં ઉછળી ઉછળી વહાણમાં આવવા લાગ્યો. પાણુનાં હલેસાંથી વહાણ ઊંચે ઉછળી ઉછળી નીચે પડવા લાગ્યાં. વહાણના બચાવ માટે કપ્તાન એ તથા અંદર બેઠેલ મનુષ્યએ ઘણે પ્રયાસ કર્યો, પણ તે નિરર્થક ગયો. છેવટે જે વહાણમાં રાજા મહસેન હતો તે વહાણ પવનના તોફાનથી સમુદ્રમાં આવેલા વિમળ નામના પહાડના ખરાબ ચડી ગયું, અને મેટા ખડકો સાથે અફળાઈ અફળાઈને ભાંગી ગયું.
સુખને ઈચ્છક રાજા મેટી આફતમાં આવી પડે. અથવા પૂર્વ કર્મના સંયોગે નાના પ્રકારની વિપત્તિઓ પામે તેમાં નવાઈ નથી.
જળની સોબતવાળા-(લેષ અર્થમાં જડની–અજ્ઞાનની સેબતવાળી) દુબે સમુદ્રને પાર પમાડે તેવી જજરિત સ્થિતિવાળા (દુઃખે અંત પામી શકાય તેવા આશયવાળી) સાંધાઓથી જુદા
For Private and Personal Use Only