________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૪).
હે રાજા ! કામ શલ્યતુલ્ય છે, કામ વિષતુલ્ય છે અને કામ ઝેરી સર્પસમાન છે. કામની પ્રાર્થના-ઇચછા કરવાવાળા વિના જને દુર્ગતિમાં જાય છે. શુભાશુભ પાંચ ઈદ્રિયના વિષયોમાં રાચનારા અને દ્રય કરનારાઓ, સંયોગ વિયેગથી ઉત્પન્ન થતાં અનંત દુઃખ પામે છે, માટે હે રાજન ! પરમાર્થથી દુઃખરૂપ અને દુખના કારણભૂત વિષયસુખને ત્યાગ કરી, પરલેકહિતકારી ધર્મમાં ઉદ્યમાન થાઓ.
રાજાએ કહ્યું-મિત્ર પ્રધાન ! આટલા દિવસ તું મારા હિતસ્વી થઈને આજે તું શા માટે મારું અહિત કરે છે ? અનાગત-નહિં દીઠેલા સુખને માટે વર્તમાનકાળમાં મળેલા સુખનો ત્યાગ કરાવે તે જ મારું અહિત છે.
પિતાને અવસર મળ્યો જાણી, રાજાની ઈચ્છાનુસાર ચાલનાર સંભિન્નત્રોત નામને પ્રધાન રાજાની તરફેણ કરી બોલવા લાગ્યો.
મહારાજા! આ સ્વયં બુદ્ધ ભાયાવી છે. તે આપને મળેલા સુખનો ત્યાગ કરાવી શીયાળની માફક નહિં મળેલા સુખને પ્રયત્ન કરાવી પાછળથી પશ્ચાતાપ કરાવશે.
રાજાએ કહ્યું શીયાળને પાછળથી કેવી રીતે પશ્ચાત્તાપ થયો ?
પ્રધાને કહ્યું-એક શીયાળ પાસે, ખાવા સારૂ તેના મોઢામાં માંસની પસી હતી. નદીકિનારે ફરતા એક મચ્છ તેના દેખવામાં આવ્યો. તે મેળવવા માટે માંસનો પીંડ જમીન પર મૂકી તેની તરફ દેડયો. તેને આવતો દેખી મચ્છ જલદી દેડી નદીમાં જઈ પડ. પેલો માંસનો પિંડ સમર્થી ઉપાડી ગઈ. શીયાળ બન્નેથી ભ્રષ્ટ થશે. પાસે મળેલું મૂકી બીજું લેવાની આશાથી ઉભયથી ભ્રષ્ટ થતાં તેને ઘણે પશ્ચાત્તાપ થશે, તેમ હે ભદ્ર સ્વયં બુદ્ધ ! શીયાળની માફક રાજાને તમે ઉભયભ્રષ્ટ કરી મહાન પશ્ચાતાપ કરાવશો.
સ્વયં બુદ્ધે કહ્યું. પ્રધાન ! તમારું કહેવું સ્વાર્થ સાધવામાં તપર વેશ્યાના હાવભાવ સરખું છે, તે કયો બુદ્ધિમાન મનુષ્ય માન્ય કરશે? પૂ અનેક ધીર પુરૂષોએ આ ધન, સ્વજન, રાજ્યાદિકને અનિત્ય
For Private and Personal Use Only