________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
ગિરનાર ઉપર ગયો હતો. ત્યાં જવા પછી વિધિપૂર્વક મંદિરમાં પ્રવેશ કરી, તે મહાપ્રભુની ભાવપૂર્વક વંદન, પૂજન, સ્તુતિ વિગેરે કરવામાં મેં આખો દિવસ વ્યતીત કર્યો. મોટી દશ આશાતનાઓને ભયથી સંધ્યા સમયે હું જ્યારે મંદિરમાંથી બહાર નીકળતો હતો, તે અવસરે દિવ્ય રૂ૫-ધારક એક તરુણી મારા દેખવામાં આવી. તે સ્ત્રીએ મંદિરમાં પ્રવેશ કરી નેમનાથ પ્રભુને વંદન કર્યું અને પછી વીણા, તંત્રી વિગેરે વાત્રે પોતાના હસ્તથી બજાવતાં તથા મધુર સ્વરે ગાયન કરતાં તે મહાપ્રભુના ગુણેની રતવના કરવી શરૂ કરી. ઘણું જ મધુર સ્વરે પ્રભુની સ્તુતિ કરાતી દેખી હું પણ ત્યાં જ ઊભો રહ્યો. ગાયન પૂર્ણ થતાં મને પિતાને સ્વધર્મી (એક ધર્મ પાળનાર ) જાણી તેણીએ કમળ વચને બોલાવ્યો. પ્રભુસ્તુતિનું કામ પૂર્ણ થતાં અમે સર્વે મંદિરમાંથી બહાર આવ્યાં.
મેં તે તરુણને પૂછયું. મહાનુભાવા તમે દેવી છે કે માનુષી ? તમારું નામ શું ? હમણું તમે કયાંથી આવ્યાં ?
મારા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તે દિવ્ય અંગનાએ જણાવ્યું. તે ભાઈ ! આ મારી ક્યા ઘણી મોટી છે. જે તમને તે સાંભળવાની ઈચ્છા જ હોય તો ચાલો આ સામે નજીકના શાંત સ્થળે આપણે બેસીએ. મારે સવિસ્તર ઈતિહાસ હું તમને જણાવું, તમે તે એકાગ્ર ચિત્તે શ્રવણ કરો, અને તેમાંથી એગ્ય જણાય તે ગુણ, દેશનું ગ્રહણત્યાગ કરો.
પ્રિયા ! તે સુંદરીનાં તેવાં વચનો સાંભળી મને પણ તેની કથા સાંભળવાનું કૌતુક થયું કે, તેણીનું જીવનચરિત્ર કેવું હશે ? તેણી કણું હશે ? તેણું શું કહેશે ? તેણના જીવનચરિત્રમાંથી મને પણ કાંઈક નવીન ગ્રહણ કરવા યોગ્ય જ્ઞાન મળી આવશે, યા કોઈ દુર્ગુણ દૂર કરવાનું કારણ મળશે. વિગેરે અનેક લાભની કલ્પના કરી મેં તેણીનું કહેવું માન્ય કર્યું.
ખરી વાત છે કે ગુણાનુરાગી, તત્ત્વશોધક જીને, મહાપુરુ
For Private and Personal Use Only