________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૬)
કાસન, ઉત્કટિકાસન, દંડાસન, વજાસન વિગેરે આસને બેસી ધ્યાન કરી રહ્યા હતા. કેટલાક મુનિઓ ઊભા ઊભા કાયોત્સર્ગ કરતા હતા. કેટલાએક આતાપના લેતા હતા. કેટલાએક મુનિઓ નિકાચિત દુર્જય કર્મ-શત્રુઓને હઠાવવા માટે છઠ્ઠ, અઠ્ઠમ, દસમ, દુવાલસ, અર્ધ માસ અને માસક્ષપણાદિ તપ કરી બેઠા હતા. કેટલાએક મુનિઓ ગુરુ પાસે સિદ્ધાંતની વાચના લેતા હતા. કેઈ સંશયવાળાં સ્થળની
કે પૂછતા હતા. કેઈ ભૂલી ન જવાય માટે વારંવાર શ્રતનું પરાવર્તન-ગણવાનું કરતા હતા. કેટલાએક મુનિઓ અંતરંગ શત્રુઓ જે કામ, ક્રોધ, માન, માયા, લેભ, નિદ્રા, વિકથા, મોહ અને ઇક્રિયાદિના વિજય કરવાના વિચારમાં લીન થયેલા જણાતા હતા. કેટલાએક અસંયમકિયાથી બચવાના ઉપાય શોધતા હતા, તો કોઈ રામદૂષનો વિજય કરવાને ઉપાય બીજા મુનિઓને પૂછતા હતા. - કાંસાની માફક નિર્લેપ, શંખની ભાજક રાગથી નહિ રંગાયેલા, જીવની માફક અપ્રતિબદ્ધ, આકાશની માફક નિરાલંબન, શરદઋતુના જળની માફક નિર્મળ, કમળ પત્રની માફક વિષય પંકથી નિર્લેપ, કાચબાની માફક ઇન્દ્રિયને વિષાથી છુપાવનારા, ગંડીના શૃંગની માફક એકાકી, ભારંડની માફક અપ્રમત્ત, હાથીની માફક બલવાન, વૃષભની માફક ઉપાડેલ સંયમભારને નિર્વાહ કરનાર, સિંહની માફક પરીષહ પશુઓથી દુર્જય. મેરૂપર્વતની માફક અક્ષમ્પ, સમુન્ની માફક ગંભીર, ચંદ્રની માફક શીતળ-શાંત, સૂર્યની માફક તપતેજથી દેદીપ્યમાન, પક્ષીઓની માફક કુક્ષીશુંબલ, પૃથ્વીની માફક સુખ
ખાદિ સર્વ સહન કરનાર અને અગ્નિની માફક કર્મઈધન બાળવામાં તત્પર. ઇત્યાદિ સિદ્ધાંતમાં કહેલી વિવિધ પ્રકારની ઉત્તમ ઉપમાને ધારણ કરનાર અનેક મુનિએ ત્યાં સુદર્શાનાના દેખવામાં આવ્યા.
જ્ઞાન, ધ્યાન કરવામાં અશક્ત મુનિઓ બીજા ગુણવાન મુનિઓની યાત્યાદિ ભક્તિ કરી રહ્યા હતા. ઇત્યાદિ મુનિઓના પરિવારને દષ્ટિથી નિહાળતી, હાથથી નમસ્કાર કરતી અને મનથી પ્રમોદ પામતી સદ ના આગળ ચાલી.
For Private and Personal Use Only