________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકરણ ૩૦ મું.
**~~~~
ભરૂચચ્ચ અને ગરૂદન.
******~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠા પ્રકરણમાં ચંપકલતાએ, ચડવેગ મુનિને જે પ્રશ્ન કર્યાં હતા “ આ વિમળપત પર જનમદિર કોણે બધાવ્યું' ? બધાવવાનું કારણ શું? અને કેવા સ ંયોગામાં બંધાવ્યું હતું ” તે પ્રશ્નનું નિર:કરણ અહીં થઈ જાય છે. હવે બાકી રહેલુ સુદર્શનાનું ચરિત્ર-( ગિરનારના પહાડ પર રહેલ અપ્સરા ધનપાળ આળ કહે છે. અને ધનપાળ પેાતાની પત્નિ આગળ) કહે છે.
સુદર્શનાનાં વહાણેા સમુદ્રમાં આગળ વધ્યાં અને જેમ ગીતાથ યુનિએ સંસારસમુદ્રને પાર ધણી ઝડપથી પામે છે, તેમ વહાણે ઝડપથી સમુદ્રના પાર પામી નદા નદીના ખારામાં પેઠાં.
છત્ર અને ધ્વજાઓના ફડાટ ચામરા અને કિંકણીઓના અણુઝણાટ અને વાજીંત્રાના રણુરાટ કરતાં વધા કિનારાની નજીક આવવા લાગ્યાં.
વાત્રાના શબ્દો સાંભળતાં જ નગરના લેાકા ભય પામ્યા, તેના મનમાં એમ ભ્રાંતિ થઈ કે–સીંહલદ્વીપને રાજા આપણા પર ચડી આવ્યા છે. જિતશત્રુ રાજાને પણ આજ વિચાર થયા, રાજએ તરત જ સેનાપતિને હુકમ આપ્યા. સેનાપતિ! ધેડાએ પખરા, ગજેંદ્રો તૈયાર કરા, સુભટાને સનદ્દબદ્ધ કરી. રણનાં વાજીંત્ર વગાડે. શસ્ત્રો સજ્જ કરા.
રાજાને હુકમ થતાં જ સન્ય તૈયાર થયું. સૈન્યની સાથે રાળ લશ્કરી પોશાકમાં બંદર ઉપર આવી પહોંચ્યા. ર૭રસિક મહાએને બંદર ઉપર મહાન કોલાહલ મચી રહ્યો.
For Private and Personal Use Only