SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૪). કોઈ પણ મારું રક્ષણ કરવા સમર્થ છે તો મારું હરણ કરનાર આ પાપીના હાથથી મને છોડાવે, હે પુત્રી વત્સલ પિતા ! સ્નેહી સસરા ! હદયવલ્લભ સ્વામી ! આ નિરાધાર સ્થિતિમાં આવી પડેલી તમારી વલ્લભાનું રક્ષણ કરે. રક્ષણ કરો. ઇત્યાદિ મટે સ્વરે વિલાપ કરતી રાણીને દેખી. હાથ જોડી નમસ્કાર કરતા કેહલ બોલવા લાગ્યા, એ સુંદરી ! તું રૂદન નહિ કર. મારી વિનંતિ તે તું સાંભળ. ક્ષણવાર તું સ્વસ્થ થા. મારા કહેવાને પરમાર્થ તું અવધારણ કર. હું તારે સેવક છું અને હું જ તારું રક્ષણ કરનાર છું. તું મારા પર પ્રસન્ન થા. આ સર્વ મીલ્કતની માલીકિણ તું જ થવાની છે. વિખવાદ નહિં કર. તારા આત્માને સમાધીમાં સ્થાપ. કામ અનિથી હું બળી રહ્યો છું, તેને તારા સભાગમથી તું શાંત કર. હે મૃગાક્ષી ! મારા પર કરુણા કરીને પણ આ મારી વિજ્ઞપ્તિ તું માન્ય કર. આ શબ્દો સાંભળતાં જ અબળા પણ સિંહણની માફક રૌદ્રસ્વરૂપ ધારણ કરી, ભયંકર ભ્રકુટી ચડાવી, કેપથી લાલ ને કરી, અધરને ફુરાવતી કઠોર શબ્દોથી શીળમતી બેલવા લાગી. અરે નિર્ધા નિણ? કલબ, નરાધમ, નિવિવેકી, ન, નિર્લજજ, નિર્ભાગ્યશેખર ! તું મારી દષ્ટિથી દૂર થા. અરે, અજ્ઞાની! તું તારા પિતાના સ્વભાવ આગળ મારા અંતઃકરણની મત આંકી શકયો નથી. નહિતર આવું કર્તવ્ય ન જ કરત. એક વાર તું બેલ્યો તે બે પણ હવે આવા શબ્દો તું ફરીને ન ઉચ્ચારીશ અને તારા આત્માને ધાર નરકના ખાડામાં ન નાંખીશ ઇત્યાદિ શીળમતીના નિભ્રંછણવાળા વાકથી દેહલ મૌનપણું લઈ એક બાજુ ઊભો રહ્યો. શીળવતી પણ પિતાની લોભવૃત્તિને ધિક્કારવા લાગી. હે પ્રભુ! હું કેવી ઠગાઈ છું. લોભવૃત્તિથી આ કપટી વણિકની કપટજાળ હું જાણું ન શકી! ખરેખર મને સ્વાધીન કરવાને માટે જ આ વિશેષ For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy