________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૮ )
પિતાના શરીર સાથે હાથ લંબાવ્યા કે તરત જ તે વહાણવટીએરાણીને વહાણ ઉપર જોરથી ખેંચી લીધી.
આ બાજુ તેનાં માણસોએ લાંગરે ઉઠાવી લીધાં અને સઢા ચડાવી દીધા. એટલે કાન પર્યત ખેંચીને મૂકેલા બાણની માફક ઝડપથી વહાણો અગાધ પાણીમાં ચાલવા લાગ્યા. અને થોડા વખતમાં તો કેટલાક જન સુધી સમુદ્ર ઉલ્લંઘી ગયાં.
આ બાજુ રાજકુમાર પિતાની પ્રિયાની વાટ જોતે બેઠો હતો. અરે ! હજી સુધી તેણી કેમ ન આવી? નિરંતર તો પુષ્પ વેચી તરત આવે છે. આજે આટલું બધું મોડું કેમ થયું હશે ? વિગેરે વિચાર કરતાં ઘણે વખત નીકળી ગયો અને રાણી ન જ આવી ત્યારે તે તેની શોધ કરવા માટે નીકળ્યો. પુષ્પ વેચવાના સર્વ સ્થળે ફરી વળે પણ રાણેનો પત્તો ન લાગે ત્યારે પાછા આવી આ વૃતાંત માળીને જણાવ્યો. પરોપકારી માળીએ પણ શહેરની સર્વ બજારે તપાસી પણું રાણીની નિશાની સરખી ન મળો . ત્યારે પાડલે કહ્યું-ભાઈ! કદાચ નદીના સામે કિનારે તેણી ગઈ હોય તો તું ત્યાં જઈને તપાસ કર. માળીના વચનોથી કુમાર, નદીને સામે કિનારે તપાસ કરવા જવા તૈયાર થશે. એ અવસરે તેના બને કુમારે માતાના વિરહથી રડવા લાગ્યા. તે દેખી તેઓને સાથે લઈ નરવિક્રમ નદીના કિનારે આવ્યા. નદીમાં પાણી વિશેષ હેવાથી એક કુમારને આ કિનારે રાખી, એક કુમારને ઉપાડી તે સામે તરે ગયો. તેને ત્યાં મૂકી બીજા કુમારને લેવા માટે તે પાછો ફર્યો. તેવામાં પાપના ઉદયથી નદીમાં જોશબંધ પુર આવ્યું. પાણીના વધારે ખેંચાણુથી નદીના પુરમાં નરવિકમ તણાવા લાગે. આયુષ્ય બળવાન હોવાથી એક લાકડું તેના હાથમાં આવ્યું તેને વળગી તે નદીમાં તણાતો ચાલ્યો. ઘણે દૂર જવા પછી તે લાકડું એક સ્થળે ભરાઈ જવાથી અટકી ગયું. એટલે તે મૂકી દઈ નરવિક્રમ નદીમાંથી બહાર નીકળ્યો. બહાર આવી, એક
For Private and Personal Use Only