________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮)
ખરી વાત છે કે આત્મશાંતિ માટે મોહ ઉત્પન્ન કરાવનાર સ્થળેને બુદ્ધિમાનેએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
“શાંતિ માટે કયે સ્થળે જવું' તે સંબંધમાં વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે આ દુનિયામાં શાંતિદાયક કોઈ પણ સ્થાન હેય તો તે મહાત્મા પુરુષ, અથવા તે મહાન પુરુષની નિવાસભૂમિકા અર્થત મહાન પુરુષે તીર્થકર આદિ તેમની દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકોવાળી ભૂમિકા જ છે
તીર્થભૂમિમાં જવાથી અનેક મહાપુરુષ મુનિઓ, યેગીઓ વિગેરેને મેળાપ થાય છે, તે મહાત્માઓના દર્શનથી અને તેમના ઉપદેશામૃતથી મહાન લાભ થાય છે. તેમના ઉત્તમ, આચારવિચાર, રહેણીકહેણી, જે પ્રત્યક્ષ જોવામાં આવે છે, તેથી વીર્ય ઉલ્લાસમાં વધારે થાય છે. તેમના તાત્વિક બેધથી આત્મ-કર્તવ્યમાં જાગ્રત થવાય છે. તપ, જપ, ધ્યાનાદિમાં વધારે થાય છે. અને સંસારમાં પ્રવૃત્તિ કરાવનારી શોકાદિ કે વિષયાદિ વાસનાઓનું વિસ્મરણ થાય છે, યા તે ઓછી થાય છે.
તીર્થભૂમિમાં નિર્વાણ પ્રાપ્ત થયેલ મહાન પુરુષોનાં જીવનચરિત્ર વિશેષતઃ યાદ આવે છે. વિધમાન મહાત્માઓના ઉત્સાહિક પ્રવર્તન જોવામાં આવતાં અનુકરણ કરવાની ઇચ્છા થાય છે. ઉત્તમ વિચારવાળા વાતાવરણથી પરિણામની વિશુદ્ધિ થાય છે. વિગેરે અનેક ઉત્તમ લાભ તીર્થભૂમિમાં જવાથી થાય છે, માટે મારે પણ દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણથી પવિત્ર તીર્થભૂમિ ગિરનારજી ઉપર જવું. ઈત્યાદિ વિચાર કરી, હેનના વિયોગથી દુઃખરૂપ લાગતી પોતાની જન્મભૂમિનો ત્યાગ કરી, ધનપાળ પોતાના મિત્ર ધર્મ પાળ સાથે, રૈવતાચળ તરફ જવાને નીકળ્યો.
For Private and Personal Use Only