________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૪).
રાણુએ નમ્રતાથી ઉત્તર આપ્યો. સ્વામીનાથ ! અત્યારે આપની પાસે આવવાનું મારું પ્રોજન આપ શાંતિથી સાંભળશે, હું શાંતપણે સૂતી હતી તેવામાં મને એક સ્વમ આવ્યું છે. તે સ્વપ્નમાં સરલ, ઊંચે, કિંકણુઓના શબ્દવાળા, સર્વ જીવોને આનંદ આપનાર, મહામંગળકારી એક સુંદર ધ્વજ મારા જોવામાં આવ્યો છે. આ રવપ્ન આપને કહેવા આવી છું. આનું ફળ મને શું મળશે ?
આ સ્વપ્ન સાંભળતાં જ દેવીનાં વચનને યાદ કરી, રાજા - નંદસમુદ્રમાં તરવા લાગ્યો, તેનાં રોમે રોમે વિકસિત થયા. સુંદરી ! આ સ્વપ્નના પ્રભાવથી આપણા કુળમાં ધ્વજ સમાન ઉત્તમ પુત્રની. પ્રાપ્તિ તમને થશે. તે પુત્ર મેટી પૃથ્વીને માલીક થશે.
રાજાના સુખથી આવાં ઇષ્ટ વચન સાંભળી હર્ષિત થઈ રણુએ શુકનગ્રંથી બાંધી. અને પાછલી રાત્રી રાજની પાસે જ આનંદમાં ગુજારી.
પ્રાતઃકાળ થતાં જ રાજાએ સ્વપ્ન પાઠકોને બેલાવી સ્વપ્નફળ પૂછયું. તેઓએ પણ તે જ ફળ બતાવ્યું. રાણુને વિશેષ આનંદ થયે. તે જ દિવસથી ગર્ભને ધારણ કરતી રાણે સુખમાં દિવસો પસાર કરવા લાગી. ત્રીજે મહિને થતાં રણને ગર્ભના પ્રભાવથી ડહેલા ઉત્પન્ન થયા. દેવનું પૂજન કરે, ગુરૂની ભક્તિ કરૂં, દાન આપું, છેને અભય દાન અપાવું, દુઃખી છને ઉદ્ધાર કરૂં. ધર્મશાસ્ત્રનું શ્રવણ. કરૂં. ઇત્યાદિ રાજાએ મનેરથથી અધિક સામગ્રી મેળવાવી આપી, સર્વ દોહલા પૂર્ણ કર્યા.
સ્નેહી સ્વજનોને શુભ મને રથ વચ્ચે રાણીએ પણ દિવસે પુત્ર નો જન્મ આપે. હર્ષભેર દેડતી દાસીએ રાજાને પુત્રની વધામણી આપી. પુત્રજન્મની વધાઈથી સંતોષ પામેલા રાજાએ દાસીનું દાસીપણું દૂર કરી નાખી ઈચ્છાધિક પારિતોષિક દાન આપ્યું. આખા શહેરમાં વધામણું કરાવ્યું. ઘેર ઘેર આમ્ર અને ચંદનનાં તોરણે બંધાયાં. પૂર્ણ કળશે દ્વાર આગળ મૂકાયા. પંચરંગી ધ્વજાઓ ફરકવા
For Private and Personal Use Only