________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૮)
આ પ્રમાણે છિનું નામ લીધા સિવાય રાણીના મુખથી નીકળેલા શબ્દો સાંભળીને રાજા તત્કાળ કુવકલ્પરૂપ સપથી ડસાયો હેય તેમ ધરૂપ ઝેરથી વ્યાપ્ત થઈ વિચાર કરવા લાગ્યા.
હા ! હા ! હદયને આનંદ આપનાર હું તેણીને પતિ નથી પણ બીજો કોઈ પુરૂષ એને વલભ દેખાય છે, અરે ! આ દુષ્ટ સ્ત્રીએ કપટસ્નેહથી મને વશ કરી લીધું છે. શું આ સ્ત્રીને અહીં જ હમણાં હું મારી નાખું કે-આના યારને મારી નાંખ્યું. ઈત્યાદિ કોધિની જવાળાથી બળતો રાજા ત્યાંથી પાછો ફર્યો.
અવિચારી રાજાએ સૂર્ય અસ્ત થતાં જ ગુપ્તપણે એક ચંડાળ સ્ત્રીને બોલાવી કેટલીક ગુમ ભલામણ કરી તરત જ વિદાય કરી દીધી. થડ વખત જવા બાદ નિષ્કરુણ નામના સારથોને બોલાવી કહી આપ્યું કે-મારી રાણ કળાવતીને પ્રાત:કાળે ગુપ્તપણે અહીંથી લઈને અમુક શૂન્ય અરણ્યમાં મૂકી આવવી. .
રાજાની આજ્ઞા માન્ય કરી, પ્રાતઃકાળ થતાં જ નિષ્કરૂણ રાણીના મહેલ નીચે રથ તૈયાર કરી આવી પહોંચ્યો. રાણીને કહ્યું-આપ આ રથ પર તરત આવી બેસે. કુસુમાકર ઉધાનમાં મહારાજા હાથી ઉપર બેસી ક્રીડા કરવા ગયા છે તેમણે આપને બોલાવવા માટે મને મોકલાવ્યો છે. સરહદયવાળી રાણી પતિઆજ્ઞાને માન આપી તરતજ એકલી રથમાં આવી બેઠી, સારથીએ પવનની માફક અને જોરથી ચલાવ્યા. રસ્તે જતાં રાણીએ પૂછયું. સારથી ! રાજા કેટલેક દૂર છે? બાસાહેબ ! તેઓ હજી આગળ છે. આ પ્રમાણે બેલતો સારથી રાણાને એક અટવીમ લઈ ગયો. સૂર્યોદય થશે, દિશાઓનાં મુખ વિકસિત થયાં, તેમ તેમ રાજાને ન દેખતાં રાણીનું હૃદય ધડકવા લાગ્યું. અરે નિષ્કરુણ ! અહીં ઉધાન પણ નથી, અને રાજા પણ નથી, તું મને કયાં લઈ જાય છે ? આ તે અરણ્ય છે. શું આ તે મને સ્વપ્ન દેખાય છે ! મારા ભતિને મોહ થયે છે! કે હું આ ઈદ જાળ દેખું છું. તું મને સત્ય ઉત્તર આપ.
For Private and Personal Use Only