________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ અર્હ નમ છે.
સદોના
પ્રકરણ પહેલું
धनपाल अने धन्ना.
अनंतविज्ञानावशुरूप निरस्तमोहादिपरस्वरूपम् । नरा मरेंद्रः कृतवारुमक्तिं नमाम तार्थशमनंतशक्तिम् ॥१॥
અનંત વિજ્ઞાનવાળા, વિશુદ્ધ આત્મસ્વરૂપવાળા, મહાદિ પરસ્વરૂપ-વિભાવદશાને દૂર કરનારા અને મનુષ્ય તથા દેવોના ઇદ્રોવડે ઉત્તમ ભકિત કરાતા એવા, અનંત શકિતમાન તીર્થંકર દેવને નમસ્કાર કરું છું.
સંસારના ત્રિવિધ તાપરૂપ ગ્રીષ્મ ઋતુથી પીડાયેલા છેવોને ધર્મદેશનારૂપ પુષ્પરાવર્ત મેઘને વરસાવી શાંત કરનાર વશમા તીર્થકર શ્રીમાન મુનિસુવ્રતસ્વામીને નમસ્કાર કરું છું કે જેના શાસનમાં રાજકુમારી સુદર્શનાની ઉત્પત્તિ થયેલી છે. તેમજ તત્ત્વજ્ઞાનદાતા શ્રીમાન ગુરુવર્યને પણ ત્રિવિધ નમસ્કાર કરું છું.
વિશાળ દક્ષિણધ ભારતવર્ષના મધ્ય ખંડમાં અનેક ઊંયા શિખરોથી ઘેરાયેલો નંદિવર્ધન નામ રમણિક પહાડ શોભી રહ્યો છે. તેના અનિખૂણાના ભાગમાં હિરણ્યપુર નામનું એક મેટું શહેર
For Private and Personal Use Only