________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ )
રાખનાર, અનેક જીવોને વધ કરનાર, દુવ્યસનમાં આસકિત ધરનાર, મહાલોભી અને ખરાબ આચરણવાળા છે નરકગતિમાં જાય છે.
બીજાને ઠગવાવાળા, ભાયાવી( કપટી ), ધર્મમાર્ગને નાશ કરનાર, પાપ કર્મને છુપાવવાવાળા અને પોતાના હિત માટે અથવા અન્ય જન્મમાં સુખી થવા માટે પ્રયત્ન નહિ કરનારા જ ભરીને જનાવરમાં ( તિર્યંચમાં ) ઉત્પન્ન થાય છે.
ધર્મમાં તત્પર, સરલ પરિણામી, ગુરૂભકત અને શીયળગુણ ધારણ કરનાર, સ્ત્રીઓ પણ મરણ પામીને સૌભાગ્ય, સુરૂપ આદિ ગુણવાન પુરૂષ પણે ઉત્પન્ન થાય છે.
- દુષ્ટ અધ્યવસાયવાળા, કષાય કરનારા, ક્રર પરિણમી અને માયાકપટ કરી પરને ઠગનારા પુરૂષો પણ, મરણ પામીને દુર્ભાગ્યથી કલંકિત દુ:ખી સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે.
બળદ, ઘેડા, ઉંટ, પાડા પ્રમુખ પશુઓને નિર્ધા છન (અંડ છેદનારા ) કરનાર, અધમ, પરને પરાભવ કરનાર, અત્યંત વિયા, ભિલાષ રાખનાર, દુષ્ટ બુદ્ધિવાળા છ મરણ પામીને નપુંસક (હીજડા) પણે ઉત્પન્ન થાય છે.
પરના ગુણ જેનાર, ગંભીરતા રાખનાર, દાન આપનાર. ક્ષમા ધરનાર, સત્ય બેલનાર અને સર્વ જીવોનું હિત કરનાર, મધ્યસ્થ ગુણવાળા જીવો મરણ પામી, મનુષ્યપણે ઉત્પન્ન થાય છે.
દુષ્કર ત૫-નિયમ કરનાર, દ્રિને વશમાં રાખનાર, દુધરી મહાવતને પાળનાર અને ઉપશમ ગુણવાળા જી મરણ પામી દેવપણે ઉત્પન્ન થાય છે.
ક્રોધાદિ ચાર કષાયને સર્વથા ક્ષય કરનાર જીવ, પુષ્ય, પાપનો સર્વથા નાશ કરી શાશ્વત સુખવાળું નિર્વાણ (મેક્ષ )પદ પામે છે.
For Private and Personal Use Only