________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્રીઓને સન્દેશ.
છે; હઠ, દુરાગ્રહ, કજીયેા, રડવું વગેરેનાં કારણ શું હાઈ શકે છે અને તેનું નિવારણ કેવી રીતે થઈ શકે છે; નાનપણમાં બાળકની ગ્રહણશક્તિ કેવી તીવ્ર હાય છે અને તે તીવ્રતાના ગુણના વધારેમાં વધારે લાભ કેવી રીતે લઈ શકાય છે, આ અને એવા અનેક વિચારામાંથી તમને એક પણ એકે વખત ઉદ્ભવ્યે છે ? અને ઉદ્ભયે હોય તે તે વિષે કાંઈપણ સંસ્કારી જ્ઞાન મેળવવા તમે પ્રયાસ કરેલ છે ? આઇઓ અને અેને ! હું જરા વધારે ચાખ્ખા શબ્દોમાં કહું તે મને માફ કરશે. પણ, મને તેા લાગે છે કે આપણામાં માતાઓ છે.કરાં વિશેકશી પણ કાળજી કરતાં જ નથી. માતા થવાની બહુ ઉત્કંઠાથી આશા રાખે છે, પરંતુ માતા થવા માટે કશી જાતની લાયકાત મેળવવાને એક પણ વિચાર કરી કરતાં નથી. તેવા વિચાર જરૂરના છે એવા ખ્યાલ પણ તમારામાંથી ભાગ્યે જ કોઈને થયા હશે. માતાએ, અને ભવિષ્યની માતાઓ, આપણાં છોકરાંઓની કેવી સંભાળ લેવાય છે તેના દાખલા તમે નથી સાંભળ્યા ? રડતાં છેકરાંપર ગુસ્સે થઈ તેના પર મળતાં છાણાંના ઘા કર્યાંનું તમે નથી સાંભળ્યું ? દાદરને ઉપલે છેલ્લે પગથીએથી, રીસમાં ને રીસમાં અવિચારી બની જઈને કરાંને ગમડાવી પાડશું હોય તેવું નથી જોયું ? પેાતે રડવાની કે કુટવાની લ્હેરમાં લાગ્યાં હાય અને છેકરાંને જીવલેણ અનથ થઇ ગયાનું નથી વાંચ્યું ? આ તે બધી શરીર સંબંધેની બેદરકારી ગણાય. મન વિષે દરકાર કરવાનો તે ખ્યાલ સરખા પણ નથી આબ્યા. પાંચ વરસ સુધી છે.કરૂં ગમે તે રીતે મેટું થાય. ગરીબ લેાકેાનાં શેરીમાં, સાધારણ વર્ગના ચાલીએના ગાળામાં, અને તવંગર લેાકેાનાં આયા અને નોકરીના સહવાસમાં; પાંચ વર્ષનું કરૂં થાય ત્યાં સુધી કશી દરકાર લેવાની હોય જ નહિ એવા ખ્યાલ તમારામાંથી દરેકે દરેકને નથી શું ? અને પાંચ વરસનું છોકરૂં થાય એટલે પણ છેકરાંને નિશાળે બેસારવામાં જ તમારી સર્વે દરકારની સમાપ્તિ થાય છે. હિન્દની ભવિષ્યની પ્રજાની માતાએ વિચાર તેા કરી, કે આવી રીતે તદ્દન બેદરકારીથી ઉછરતી પ્રજામાં
For Private and Personal Use Only