________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સદેશ.
કરવાનું રાખવું. સ્ત્રીઓના હકની વાત કરનારાએ નીચેની વસ્તુ સ્થિતિ ધ્યાનમાં લેવા જેવી છે. આપણાં ધર્મશાસ્ત્રમાં સ્ત્રીઓ માટે અનાદિકાળથી એટલી બધી ચિંતા કરવામાં આવતી હતી કે સ્ત્રીઓના નિર્વાહ માટે તેમને નામે ડું ધન જુદું જ રાખવામાં આવતું, અને તેને “સ્ત્રીધન” એવું જ નામ અપાયું હતું. તે ધન એવું હતું કે તેના પર પતિને પણ કશે અધિકાર નહોતે. સ્ત્રીઓને સ્વાતંત્ર્ય મુદ્દલ મળતું નહિ એમ કહેવાવાળાએ આ હકીકત ધ્યાનમાં લેવા જેવી છે. આપણું તરફ સ્ત્રીઓને તેટલું સ્વાતંત્ર્ય અને સ્ત્રીધન ઉપર સંપૂર્ણ સત્તા આપવામાં આવતી હતી અને હજી તે સત્તા તમને બધાને મળેલી છે. હિન્દુ તરીકે જન્મનાર દરેક સ્ત્રીને તે હક જન્મથી જ મળે છે. પરંતુ વિલાયતમાં શું હતું તે જાણે છે? ૧૮૮૨ ઈસવીસન સુધી એટલે આજથી માત્ર ૩૧ વર્ષ પહેલાં તે વિલાયતમાં પરણેલી સ્ત્રીઓને કોઈપણ જાતના ધન ઉપર અધિકાર જ નહોતે. જેમ ઘરના પશુને કેઈપણ જાતના ધનપર અધિકાર હેતે નથી તેમજ સ્ત્રીઓને પણ કશે અધિકાર હતે જ નહિં. તે વર્ષમાં પહેલી જ વાર સ્ત્રીઓ ધનને માલિક હોઈ શકે તે વિચાર જન્મ પામ્યું હત! હવે વિચારો ! સ્ત્રીઓ માટે દરકાર, અને સ્ત્રીનાં સ્વાતંત્ર્ય આપણે ત્યાં હતાં અને છે કે સુધરેલા દેશમાં? બીજી તેવી જ હકીકત “સકેજીસ્ટની છે. વિલાયતમાં સ્ત્રીઓ હમણું મોટું રમખાણ મચાવી રહી છે. ત્યાંની રાજકારભાર ચલાવનારી સભા-પાર્લમેન્ટમાં–સ્ત્રીઓને બેસવા દેતા નથી. તેમાં બેસવાને હક સ્ત્રીઓ માગે છે અને પુરુષે તે હક આપવા ખુશી નથી. આ વસ્તુસ્થિતિ શું બતાવે છે કે સ્ત્રીઓને તમામ હક આપવા વિલાયત પણ હજી તૈયાર નથી. આપણે ત્યાં તેવું નથી. આપણે ત્યાં સ્ત્રીઓને સંપૂર્ણ હક બધી બાબતમાં છે ભેપાળમાં ઘણું કાળથી અને હમણું પણ બેગમજ રાજ્ય ચલાવે છે. સ્ત્રીઓની સર્વ કામની લાયકાત આપણે ત્યાં સ્વીકારાય છે, વિલાયત હજી તેટલે પણ પહોંચ્યું નથી. બાઈઓ અને હેને, મારી આ ટીકાથી એક બાજુ દેરવાઈ ન જતાં, મેં તે
For Private and Personal Use Only