SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્ડેશ. કઈ છેકરાનાં કપડાં દાઝી ઉઠે તે બાઈએ બૂમ પાડી મદદ માગવા જાય છે, પણ વખતસર સમયસૂચકતા ન વાપરવાથી પરિણામ કેવું ભયંકર આવે છે તે સૈના જાણવામાં છે. આવું બીકણપણું જન્મથી સ્વભાવજન્ય છે કે માત્ર ટેવથી પેદા થયેલું કે માની લીધેલું છે, તેને વિચાર કરે. સ્ત્રીઓની સમયસૂચકતા. સ્ત્રીઓ હિમ્મત ધરી શકતી નથી એમ કહી શકાય નહિ, ક્ષત્રાણીઓની વાત જવા દઈએ, પણ બીજી વણેની અંદર પણ સ્ત્રીઓએ સમયસૂચકતા, શૂરવીરપણું ને હિમ્મત બતાવ્યાના દાખલા ઘણા મળી આવે છે. પિતાનું બાળક ખેળામાંથી ઉછળતાં તેનું માથું નજીકની ધીકતી સઘડીમાં પડત; પણ તેની માતાએ સમયસૂચકતા વાપરી તેને ઝડપથી ઝાલી લીધાનું તેમ પિતાના બાળકને દાદરના કઠેરાથી ડેકીઉં કરતાં પડી જતું, નીચેથી ઉપર આવતાં તેની માતાએ બે હાથ પહોળા કરી ઝીલી લીધાનું આ લેખકે નજરે જોયું છે. એક સ્ત્રી બારસને દહાડે પાછલી રાતે રાંધતી હતી તે વખતે રસોડાની ભીંતનેચર કેચવા લાગે, બૈરીએ ઠંડે પેટે તેને કેચવા દીધે; અને જે તે બાકામાંથી પગ ઘાલવા ગયે કે તેને પગે બળતી કમઠાળ ચાંપી દીધી, અને બીજીએ તેને પ્રસંગે દેરડાને ઘેડાગાંઠ વાળી તેના પગ બાંધી દેરડું થાંભલા સરસું બાંધી દીધું. ચેરે ઘણાંએ ફાંફાં માર્યો પણ તે છૂટી ન શક્યા, અને આખરે તેને ગામરક્ષકેએ પકડી લીધે. આ દષ્ટાંતે હિમ્મત કે શૂરાતન કરતાં સમયસૂચકતાનાં વિશેષ ગણાય. હવે બીનલડાયક જાતની સ્ત્રીઓએ બતાવેલી હિમ્મત ને શૂરાતનના દાખલા લઈએ. એક બ્રાહ્મણની સ્ત્રી પિતાને ગામથી નજીકનું ગામ કંઈ કામે જતી હતી. વચમાં વહેળે ઉતરવાને આવ્યું. ત્યાં તેને ચાર મળે. ચેરે તેને પકડી અને તેના પગનાં કલ્લાં કાઢવા યત્ન કર્યો. તે નક્કર હોવાથી For Private and Personal Use Only
SR No.020760
Book TitleStreeone Sandesh
Original Sutra AuthorN/A
AuthorDevkibai Mulji Vaid
PublisherDevkibai Mulji Vaid
Publication Year1917
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy