________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
સ્ત્રીઓને સદેશ. અને સંતોષની મૂર્તિ સુજાતાને જોઈ ભગવાને પુછયું, “મૈયા, સત્ય માટે, પ્રકાશ માટે, દુનિયાનાં દુઃખ નિવારનાર સાધને મેળવવા ભણું છું. છ વર્ષના કઠણ તપ પછી યે નથી મળ્યું છે. પણ તમને જીવન મધુરું લાગે છે? સંસારમાં આનન્દ છે? સંસારના હાવા ને હેતમાં સંતોષ છે?” સુજાતાએ ઉત્તર આપેઃ “પૂજ્યદેવ! હૃદય નાનું છે મારૂં. આખા ખેતરને વષદનાં છાંટણાં ન ભીંજવે પણ મારા પુષ્પ જેવા નાના હિંડાને તે તે પૂર આણે છે. મહારાજ, મારા પતિની કૃપા ને મારા બાળકનાં મરકલડાં મારા જીવનના પ્રકાશ છે. ગૃહ સેવામાં મારા દિવસે આનન્દ જાય છે. પ્રાતઃકાળે ઉઠું છું, ભગવાનનું સ્તવન કરું છું, દાન કરું છું, તુલસી સમારું છું. ચાકરેને કામે લગાડું છું. બપોરના પતિદેવને પોઢાડું છું. મારા મેળામાં મધુરાં ગીત ગાઉં છું ને મીઠે પવન ઢાળું છું. સાંજના વાળને વખતે કુટુમ્બને પીરસું છું. આપડોસી સાથે વાર્તાવિનોદ થાય છે. ત્યાર પછી પ્રભુની કૃપા છે અમારા પર. અમે શાને સુખી ન હોઈએ? ને આ મારે પુત્ર તેના પિતાને સ્વર્ગનાં દ્વાર પણ ખેલી અપાવે તે પુત્રજન્મથી શી અધિક તૃપ્તિ હય, વનદેવ ! શાસ્ત્રોનું વચન છે કેઃ-રસ્તાઓ પર વટેમાર્ગ માટે છાયા થાય માટે વૃક્ષે રાપવાં, તેમની તૃષા છીપાવવા કુવા દવા અને પુત્રની પ્રાપ્તિ–આટલું સ્વર્ગ અપાવશે. શાસ્ત્રમાં અમને તે શ્રદ્ધા જ છે. મહષિઓ કરતાં અમે ડાહ્યા નથી. તેઓ દે જોડે વાત કરતા, વેદ ને મંત્ર જાણતા. સત્ માર્ગ ને શાન્તિના વેત્તાઓ હતા. હું તો એટલું જ જાણે કે સારામાંથી સારું જ ફળે ને ખરાબમાંથી ખરાબ ! સર્વને સર્વ યુગમાં સારા બીજમાંથી સારું ફળ જોઈએ છીએ પ્રત્યક્ષ, અને કડવાં બીજેમાંથી ઝેર પ્રગટે છે. ઈર્ષામાંથી વૈર ઉત્પન્ન થાય છે. હેત હોય તે મિત્રો મળે છે, ધર્યમાંથી શાન્તિ. આ બધું મળે છે આ એક જીવનમાં જ મહારાજ! અને પ્રભુ દેરી બેંચે ત્યારે જેવું વાવ્યું છે તેવું લણશું, જેવું દીધું છે તેવું મળશે, જે હું આદધું તેવું ત્યાં છે ફળ. વનદેવ! વધારે સારું એ મળે. એક ચેખાના
For Private and Personal Use Only