________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે એલ.
નવા વર્ષના બે બેલ.
( સંવત્ ૧૬) લેખક:–મુળજી દુલભજી વૈદ.
ગુજરાતની ગૃહલક્ષમીએ ! મારી સુન્દર બહેને! આજે નવું વર્ષ શુભ થાવ તમારું, જગતનું કલ્યાણ થાવ. આજ મંગલ તિથિયે તમારા હૃદયાકાશમાં આનન્દના નૃત્ય આદરે. બહેન ! આજે હૃદય સાક્ષી પુરે છે કે –
આશાનાં નૂર ને શ્રદ્ધાનાં પૂરની
ઉષા જાગી, ઉષા જાગી. જાગે, જાગે ઝીલનારી રે વ્હન,
ઉષા જાગી ઉષા જાગી.
નવ આશાનાં નવ રાસ ઝીલનારી બહેને! જાગે, જાગે. આજે આશાનાં નર ને શ્રદ્ધાના પૂરની ઉષા જાગી! પ્રભુના પ્રકાશભર્યું જુઓ આજે જગતઃ નવી આશાનાં નવાં તેજ. એ તેજની જ
તિમાંથી આપણે આપણે આત્મા પ્રગટાવશું, એજ તિની શુદ્ધિમાંથી આપણે આપણા આત્મામાં વિશુદ્ધિ સંભરશું, એ જ
તિના પરમ મૂલ, પરમ ધામ પરમાત્માના પરમ મોક્ષધામ તરફ આપણે આપણી દ્રષ્ટિ રાખશું. એ જ પ્રકાશનો આંખડલીમાં અંજન આજશું. એ જ તિના અખંડ દિવડાએ સંસારના પૂણ્યધામના મન્દિર–ગૃહરાજ્યમાં અખંડ જ્યોતિશા ઝળકાવશું. ને એ જ તિ ઝીલતા જગતને એ જ તિનાં દાન આપશું. પ્રભુના પરમ ધામમાં જ આશા રાખશું. બહેને! આ આશા. રાખશે તે આનંદ જ છે.
For Private and Personal Use Only