________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેને અક્ષર પસલી.
૧૫૧
-
બિરાજે છે. આપણું મૂલ, આપણું જીવન, આપણુ મોક્ષ ધામ તે જ પવિત્ર તિ છે.
સુન્દર સ્વર્ગમાં જગતના કેલાહલ ને સુખદુખ ભર્યા સંસારમાં તે જ પવિત્ર તિ જાગે છે, ને ફફડતા ભયાનક અઘોર નરકમાં એ તે જ પવિત્ર પતિતપાવની તિનાં દર્શન થાય છે,
બહેને ! મ્હારી પવિત્ર મૈયાઓ સેવા સદનની સેવિકાઓ! જુઓ! જુઓ! તે જોતિનાં દર્શન તમને નથી થતાં જ્યાં
જ્યાં નજર ઠરે ત્યાં તેનાં દર્શન તમને નથી થતાં? બહેને! તે દિવ્ય માતાની મીટ ઉઘડે છે કે સૂર્ય ચંદ્રની તિઓ પ્રકાશે છે. માતાજી મંત્ર મેલે છે કે સૃષ્ટિનાં ચક્ર ચાલે છે. માતાજી તંત્ર તારે છે ને અનન્ત આકાશ નમી પડે છે. માતાજી શંખ સાહે છે ને સમુદ્રનાં નીર ડેલે છે. માતાજીની દિવ્ય વીણા વાગે છે, ને હિમાચળનાં હિમ ગળે છે. માતાજી દાનવિધિ માંડે છે ને પૃથ્વી અન્ન આપે છે. માતાજી ચક ચીધે છે ને અસુરે દે થાય છે. માતાજી મન્થન માંડે છે ને અમૃતનાં માખણ તરે છે. માતાજીની પરમ પ્રસાદી પીતે હે ! આપણે પ્રાણ પમરે છે! સુંદરીઓ! તમારે પવિત્ર આત્મા સુંદર જ થાવ! તમે તે પરમ જ્યોતિના અંશ છે,
બહેન ! મૈયાઓ! તે જગજજનની અન્નપૂર્ણા પાસે બહેને! આજે આપણે ભિક્ષા ચાચીયે. દીકરીઓ માતાજી પાસે જ માગે.
હેને સેવાનાં વ્રત લીધાં, શું માગશે? જગતની પવિત્ર કલ્યાણવાસનાઓની જ હેને તે ભિક્ષા માગશે. સેવિકાઓ તે જગતસેવાની જ યાચના કરશે. બહેને ! ચાલે હું પણ તમારી જ સાથે ભિક્ષુક થઈ પરમ માતા પાસે સાથે જ ભિક્ષા-સ્તવન કરું.
For Private and Personal Use Only