________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
સ્ત્રીઓને સદેશ“ વરીએ તે વિઠ્ઠલ વર વરીએ,
વરીએ તે સામળીઓ વરીએ. સંસારીનું સુખ કાચું, ઝાંઝવાના નીર જેવું,
તેને તુચ્છ કરીએ રે. સંસારીનું સુખ કાચું, પરણને રંડાવું પાછું;
તેને ઘેર શીદ જઈએ રે. પરણું તે પ્રીતમ પ્યારે, અખંડ સૌભાગ્ય મારો
રાંડવાને ભય ટાળે રે. મીરાંબાઈ બલિહારી, આશા એક મને તારી;
હવે હું તે બડભાગી રે. મેહન તારા મુખડાની માયા લાગી રે.”
એમ ગાતી ગાતી મીરાંએ જીવન પ્રભુમય કર્યું. સંસારનાં ફુખ વિસરીને સંસારમાં ભ્રષ્ટ ગણાયેલી એ સંસારમાં સ્વર્ગનાં દ્વાર ઉઘડાવનારી ભક્તિ રેલી. વિધવાઓ! મીરાંબાઈને ગુરૂ કરી પ્રભુમય જીવનમાં સનાથ બને. એકલી તે પ્રભુની દીકરી બને. પ્રભુની દીકરી અને સંસારની માતા. સંસાર દુઃખી છે, દુઃખ ભુલી દુનીઆનાં દુઃખ દૂર કરે. મીરાંબાઈએ દીક્ષા લીધી તેમ
હા! સે વિધવા ધર્મ દીક્ષા લે તે મારા દેશમાં સાધ્વીઓનાં વન વાધે; સરસ્વતી, ધન્વન્તરી ને પ્રભુનાં મંદિરે” સ્થપાય. વિધવાઓ સંસારની માતાઓ બને; અનાથને આશરે આપે; દુખીનાં દુઃખ કાપે; બંધનમાંથી મેક્ષ અપાવે; સંસારમાં તપ કરતી જોગણ સમી સંસારમાં માતાનું, ગુરૂનું, વૈદ્યનું, ઉદ્ધારનારનું અને પાવન કરનારનું કામ કરે; સંસારયાત્રાને સફળ કરે; આ. પ્રભુનાં વ્રત આપવા, શીખવવા, બેધવા, પ્રેરવા, દુઃખમય જીવનને કર્તવ્યમય બનાવવા, સ્વાર્થનાં રૂદન ભુલી પરમાર્થના હાસ્ય પમરાવવા પધારે, પધારે. અનાથ અબળાઓ પ્રભુવ્રતમાં સનાથ. થઈ પધારે. ભારતમાતા તમને તેડે છે.
For Private and Personal Use Only