________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
કરવાને પિતાના તરફથી બને તેટલી મદદ આપવી. સમભાવ ને સત્ય ઉભયની દષ્ટિએ જોતાં પણ આ સંસ્થાઓનું ઉપગી કાર્ય નજરમ્હાર જઈ શકે એમ નથી, એમ મહારે અભિપ્રાય છે.
કન્યાકેળવણી. હિન્દની તથા ગુજરાતની પણ જરૂરીઆતે જોઈને આ સંસ્થાઓ પ્રધાનપણે કેળવણીનું કાર્ય કરે છે. એક તે ન્હાની કન્યાઓને પ્રાથમિક તથા તેથી વધારાની કેળવણી આપવાનું કાર્ય, અને બીજું તેથી મોટી ઉંમરની બાળાઓ તથા સ્ત્રીઓને કેળવણી આપવાનું કાર્ય, એમ બે કાર્ય સ્ત્રીકેળવણીને અંગે ઉપસ્થિત થાય છે. આપણા દેશના મહેટા મહેટા વિચારકે તથા દેશનાયકે એકમત થયા છે કે દેશમાં વિદ્યાને તથા કેળવણીને વિશેષ પ્રસાર થવું જ જોઈએ. તેથી હાલનાં બાળકેમાંથી ને ભવિષ્યની પ્રજામાંથી બનતા સુધી કઈ પણ મનુષ્ય સામાન્ય કેળવણી વિનાનું રહી ન જાય, એ પ્રથમ કર્તવ્ય છે. આ વિષયમાં આપણી સરકાર મન્દ છે ને આપણી પ્રજા અશક્ત છે; તેવી અવસ્થામાં આવી ખાનગી સંસ્થાઓ જેટલું કામ ઉપાડી શકે તેટલું જ થઈ શકે એમ છે. જે સંસ્થા એક ન્હાનકડી કન્યાશાળા પણ ઉઘાડે, અને જે બાળાએ વિદ્યાર્થી હમેશ વિમુખ રહી ગઈ હતી તેમાંથી ડકને થોડુંક પણ ઉપગી જ્ઞાન આપે, તે સંસ્થા પ્રજા ઉપર હેટો ઉપકાર કરે છે. અલબત્ત, કેળવણી કેવી આપવી જોઈએ, કેળવણમાં અમુક વિષય આવે, અમુક ન આવે, એ બધી ચર્ચામાં આવશ્યક છે. પરંતુ અન્નના દુષ્કાળના સમયમાં જેમ પાકશાસ્ત્રની કે આરોગ્યશાસ્ત્રની બારીકીઓની ચર્ચા અસ્થાને છે, તેમ આ સમયે આપણા દેશમાં, કેળવણીના સ્વરૂપની અતિશાસ્ત્રીય તકરારો પણ અસ્થાને છે એટલું જ નહિ પણ તે ચર્ચાઓ પૂરી ન થઈ શકી તેથી લાખે માણસ કેળવણી વિના જ રહી ગયાં એવું પરિણામ આવે છે
For Private and Personal Use Only