________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે એલ.
પર્વતમાંથી નિચાવાઈ નિચેાવાઈ જલધારા ટપકે, તેમ એમની શબ્દધારા ટપકે છે.” તે સત્ય છે, અને હું એમાં એટલું ઉમેરીશ કે, આ કાકિલાના ધીરા ધીરા મંજીલ ટહુકો પણ હવે આતુર ગુજરાતના કાનમાં ઉતર્યાં છે–ઉતરીને હૃદયને પહેાંચવા લાગ્યા છે, અને એ નિચાવાઈ નિચોવાઈ ટપકતી જલધારાનાં અમૃતબિન્દુ પણ હવે ગુજરાતના હૃદયને નિર્મલ તથા સુન્દર ઉત્સાહમય બનાવવા લાગ્યાં છે. મ્હારી શ્રદ્ધા છે કે મ્હારી આ માન્યતામાં હૅમારૂં હૃદય–ગુજરાતનું સ્ત્રીહૃદય પણ સાક્ષી પૂરશે. ગુજરાતી સાહિત્યમાંથી સ્ત્રીજીવનને શિષ્ટ રીતે સ્પર્શ કરતા હાય એવા ગદ્યા, ફકરાઓ, પદે તથા ગીતાને વીણી કાઢી, હેમને સંગ્રહ કરવામાં આવે સ્ત્રીજીવનની આ સુન્દર ગુજરાતી “ગીતા” માંલલિતનાં કેટલાંક કાન્યા અદ્વિતીય સુન્દર સ્થાન પામે, એમ મ્હારૂં માનવું છે.
રા. ન્હાનાલાલ અને લલિત.
આ નવીન કાવ્યસાહિત્યના સ્ત્રીસાહિત્યમાં રા. ન્હાનાલાલની કૃતિનું સ્થાન પણ ઓછું ઉચ્ચ નથી. કાંઈક અંશમાં લલિતની કૃતિ સાથે સમાનતા, કાંઇક અંશમાં લલિતથી તદ્ન ભિન્નતા, બાહ્ય સ્વરૂપમાં કાંઈક અંશે સરખું, એકંદરે (જો કે હંમેશાં નહિ) ગીતશક્તિ તથા લાલિત્યમાં ઉતરતું, છતાં સમર્થતામાં વિશાળદર્શનમાં વિચારશક્તિમાં ઘણું જ ચઢીઆતું; સૈન્દર્યના આજની સાથે, કાવ્યની સુકુમારતાને મહાન્ વિચારની ભવ્યતા સાથે, વર્તમાનજીવનના વ્યતીત ને ભવિષ્યત્ જીવનની સાથે, નવીન ચમત્કારી અને સ્થળે સ્થળે રમ્ય સંચાગ સાંધનારૂં એવું આ કવિનું કૂજન ગુજરાતી ગિરામાં તા અનેરૂં જ છે. મ્હારો નમ્ર મત તે એવા છે કે સર્વ ગુણદોષના વિચાર કર્યાં પછી, અત્યારે ગુજરાતી સાહિત્યમાં ગેાવર્ધનરામના નામની સાથે કોઇનું નામ સ્ફુરતું હોય તો તે તે આ જ મહાકવિનું છે. પણ લલિતની મીઠી મંસરી લગભગ એક જ સુરથી, સૌથી પહેલી, ગુર્જર
For Private and Personal Use Only
૫