________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
હજી ઘણું છે, પણ જ્ઞાનનાં કિરણે ધીમે ધીમે અજ્ઞાનદુર્ગને ભેદવા લાગ્યાં છે; દુઃખ કલેશ ઘણાં રહ્યાં છે, પણ હેમને મટાડવાના પ્રયાસો ક્યારનાયે શરૂ થઈ ગયા છે. શરીર, બુદ્ધિ કે આત્માનાં કજોડાં ઘણાં હૃદયને તથા ઘણું જીવનેને હજી પણ ભંગ કરે છે, પણ લગ્નમાં વિશેષ સમાનતા રાખવાનું વલણ વધારે બલવાન થતું જાય છે, એ પણ કાંઈ છાની વાત નથી. હજી આપણે ઘણુ ઘણુ વિકટ પ્રશ્નોના નિરાકરણ કરવાનાં છે ને ઘણી ઘણી મુશ્કેલીઓ ઓળંગવાની છે; છતાં એટલું તે સર્વને વિદિત છે કે સ્ત્રીઓના જીવનમાં કાંઈક વિશાળ દષ્ટિ વ્યાપવા લાગી છે; સ્ત્રી જનની ગૂઢ શક્તિઓ ધીમે ધીમે પિતાની તથા પ્રજાની સુધારણાને અર્થે જાગૃત-ચંચળ થવા લાગી છે; અને, આ સર્વને શિરેભાગે, ગૃહજીવન ને સાર્વજનિક જીવન ઉભયના વિકટ ધર્મોનું ગ્ય રીતે પાલન કરી, મુંબાઈની ગુજરાતી મહિલાઓની કલ્યાણપ્રવૃત્તિના પ્રણેતા આત્માસમાન, હમારા જ મંડળના ધુરંધર ભવ્ય જમના બહેન, વનિતાવિશ્રામ જેવી લકેપગી સંસ્થાને જીવન અપ, પિતાની અનાથ અવસ્થામાં પણ અનેકનું હિત કરનાર હાની બહેન, યુનિવર્સિટિના ઉચ્ચ શિક્ષણનું તથા પદવીનું માન લઈ હવે સ્ત્રી જીવન, સમાજ તથા સાહિત્યના ક્ષેત્રમાં પોતાની સેવા અર્પનાર ગુજરાતની પ્રથમ ગ્રેજ્યુએટ-ભગિનીઓ સં. વિદ્યા તથા સે. શારદા અને દક્ષિણ
આફ્રિકાના શાન્ત વિગ્રહને સમયે, વિકટમાં વિકટ કાર્યમાં પણ પિતાના પતિને પૂર્ણ ઉમંગથી સહચાર કરનાર, કમળ વીરતા તથા જવલન્ત પવિત્રતાની મૂતિ, આપણુ વીરનાયક ગાંધીનાં પત્નીશ્રી: એવાં એવાં સ્ત્રીરત્ન ગુજરાતમાં પાક્યાં છે ને ગુર્જર મહિલાની પ્રતિષ્ઠાની તથા ગૌરવની વૃદ્ધિ કરે છે.
આ ઉજાસ ક્યાંથી આવ્યો?
ગુજરાતના સ્ત્રી જીવનમાં આ ઉજાસ ક્યાંથી આવે ?
For Private and Personal Use Only