________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
જ ક ક ક જ # # # # # # # # # # # # # # # #
સંયમી આત્માઓને આપતી
સીસોદરાની પાવની ધરતી પ્રવજ્યાના પુનિતપંથે પ્રયાણ કરેલા
આત્માઓનું સ્મૃતિપથમાં અવતરણ. અનાદિ અનંતકાલીન ચતુર્ગતિમાં કમજનિત વિભાવદશાને પરિણામે સંસારપરિભ્રમણ અને કર્મની અકળ લીલાની અનુભૂતિ કરતાં કરતાં પુન્યસંચય-પાપવિલય થતાં પતનની ગતિમાંથી નીકળી ઉત્થાનના પરમપુનિત પંથે લઈ જનાર દેવદુર્લભ એવા વિરતિધર્મની પરિપાલન કરવા માટેના ઉત્તમ નરભવની પ્રાપ્તિ, તેમાંય મહાપુન્યોદયે સર્વોત્તમ, પરમતારક, પાપનાશક, પુણ્યપ્રભાવક સર્વજ્ઞશાસન, મૌનીન્દ્ર શાસન, જિનેન્દ્ર શાસનની પ્રાપ્તિ કરી પૂર્વજન્મજનિત સુસંસ્કારો અને સુયોગના સંસ્કાર કરણના યોગે સંસાર પક્ષનો નિપાત અને આત્મિક સ્વરૂપની પ્રાપ્તિનો પક્ષપાત જાગતાં કેટલાય આત્માઓ સર્વસુખકર, કર્મવન બાળવામાં દાવાનળ સમાન, આત્મિક સુખની પ્રાપ્તિનું અમોઘ સાધન-પરાત્મ તત્ત્વની ખોજ કરવાનો અનુપમ માર્ગ એવું જે મહાભિનિષ્ક્રમણ તેની સ્વીકૃતિ કરે છે. તથા મુક્તિપથની સ્વીકૃતિ દ્વારા અને કર્મની તિરસ્કૃતિ દ્વારા મુક્તિની આવિસ્કૃતિ કેટલાક આત્માઓ કરે છે.
અમારો સીસોદરા જૈનસંઘ પણ ગૌરવાન્વિત બન્યો છે. કેમકે અહીંની પાવની ધરતીએ જિનશાસનને ચરણે ચાર પુણ્યાત્માઓને અર્પણ કર્યા છે. આજ અમારી ગ્રામ્યભૂમિ પણ નવપલ્લવિત બની ન હોય તેમ ચાર પુણ્યાત્માને સંયમના સ્વાંગમાં જોઈને મહેકી ઊઠી છે, અને શ્રદ્ધાના પુષ્પો દ્વારા પુણ્યાત્માઓને અભિનંદી રહી છે. અમારી પાવની ધરતી ઉપર ઉત્પન્ન થયેલા સંયમપૂત આત્માઓ સ્મૃતિપથમાં આવતાં અમારા હૈયાં આનંદવિભોર બની જાય છે,
ચાલો એ સંયમી આત્માઓનો પરિચય કરી આત્માને પાવન કરીએ. ભાવે વંદના કરી જન્મ સફળ કરીએ. ધન્ય માતા જેણે ઉદરે ધરિયા ! ધન્ય પિતા જિણ કુલે અવતરિયા ! ધન્ય સદ્ગુરુ જેણે દિખિઆ એ !!
幾茶幾凳茶幾張幾幾茶幾張發發發茶幾茶幾幾張
For Private and Personal Use Only