SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાલ દાલ સુરહ વ્રત ગોળ, મનવંછિત કાપડ તળ; ઘરે સુઘરણી નિર્મલ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ૫ ગૌતમ ઉદય અવિચલ ભાણ, ગૌતમનામ જપ જગ જાણ; મહેટાં મંદિર મેરૂ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ. ૬ ઘર મયગલ ઘેડાની જોડ, વારૂ પહેચે વંછિત કેડ, મહીયલ માને મહેટા રાય, જે તૂટે ગૌતમના પાય. ૭ ગૌતમ પ્રણમ્યાં પાતિક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. ૮ પુણ્યવંત અવધારે સહુ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ કહે લાવણ્યસમય કર જોડ, ગૌતમ તકે સંપત્તિ કેડ. ૯ શ્રી નવકાર મહામંત્ર-માહાસ્ય દર્શક-છંદ. સમરે મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂરવને સાર; એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત અપાર. ૧ સુખમાં સમરે દુઃખમાં સમરે, સમરો દિવસ ને રાત; જીવતાં સમર મરતાં સમરે, સમરે સહુ સંઘાત. ૨ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy