________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि વર્ણવ્યો છે. ઇચ્છારોઘે સંવરી, પરિણતિ સમતા યોગે રી. તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે
અર્થ-ઇચ્છાઓનાં નિરોધ રૂપ સંવર કરી, મન વચન અને કાયાના યોગોની એકાગ્રતાથી સમતામાં પરિણમન કરી સ્વગુણોનાં અનુભવમાં આ આત્મા રમણ કરે તેજ તપ છે. કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણી. પચ્ચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણll વિદન ટળે ત૫ ગુણ થકી, તપથી જાય વિકારી પ્રશસ્યો તપ ગુણ થકી, વીરે ધન્નો અણગારી/
વીર પરમાત્માએ ધન્ના અણગાર ને શ્રેષ્ઠ કહ્યાં છે. એ આ તપના ગુણના મહાન પ્રભાવથી જ.
ગૌતમ અષ્ટાપદ ગિરિ ચડીયા, તાપસ આહાર કરાયા હો. . તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિથી ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત ઉપર ચડી શક્યા અને ૧૫00 તાપસોને પ્રતિબોધ પમાડી એક પાત્રમાં રહેલી ખીરથી બધાને પારણાં કરાવ્યા.
વિષ્ણુકુમારે વૈક્રિય લબ્ધિથી શાસનદ્રોહી નમુચિ મંત્રીનો વિનાશ કર્યો. તપથી અણિમાં લઘિમા આદિ આઠ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને અઠ્ઠાવીસ લબ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. મોક્ષ પ્રાપ્તિ માટે તપ એ અપૂર્વ સાધન છે.
તાપદની આરાધના કરનાર વ્યક્તિ ઇચ્છાઓનો રોલ કરવાથી વિશુદ્ધ સંવર રૂપ અને સમતાના પરિણામ વાળો તથા સકલ કર્મોની નિર્જરા કરતો એવો આત્મા તપરૂપ બને છે. ત્રિકાલિકપણે કર્મ કષાય ટાળે, નિકાચિતપણે બાંધીયાતેહબાળો. કહ્યું તે તપ બાહ્ય અંતર દુ ભેદે, ક્ષમાયુક્ત નિહેતુ દુર્બાન છેદ દઢપ્રહારી હત્યા કરી, કીધા કર્મ અઘોરા. તો પણ તપના પ્રભાવથી, કાત્યા કર્મ કઠોરા
આ ભવ અને પરભવના સુખની ઇચ્છા રહિત છ બાહ્ય અને છ અત્યંતર એમ
For Private And Personal Use Only