________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७२
श्री सिद्धचक्र महापूजन विधि ભક્તિ,બહુમાન, વંદન, વૈયાવચ્ચ વિગેરે કાર્યોમાં ઉઘમ વાળો, સેવાની વિધિમાં નિપુણ એવો જીવ આચાર્ય પદની આરાધના કરે છે.
આ પદને આરાધનાર પ્રદેશી રાજા-નાસ્તિક હોવા છતાં કેશી ગણધર મહારાજની સેવા કરી સૂર્યાભદેવ થયા. નમું સૂરિ રાજા સદા તત્ત્વ તાજા, જિનેન્દ્રાગમે પ્રૌઢ સામ્રાજ્ય ભાજા; પર્વર્ગવર્ગિત ગુણે શોભમાના, પંચાચારને પાળવે સાવધાની
I 3ૐ હ્રીં નમો આયરિયાણી એ પદનો જાપ
શ્રી ઉપાધ્યાય પદો.
ગુણ-૨૫(મરકત મણિ) મગ નીલવર્ણ - નિર્મળ જિનાગમના બોધ સહિત ચારિત્રપાલનમાં સદાય સાવધાન રહી કેવલ ઉપકાર દૃષ્ટિથી સાધુ સમુદાયને સુત્રાર્થનું દાન આપનાર, નિરંતર સઝાય ધ્યાનમાં વર્તનાર એવા ઉપાધ્યાય મહારાજની ભક્તિ કરવાથી આ પદનું આરાધન થઇ શકે છે.
શ્રુતજ્ઞાનનાં દાન જેવું ઉત્તમ દાન આ વિશ્વમાં બીજું એકે નથી.
બાર અંગનો જાણનાર, જગતના જીવોનાં મિત્ર સમાન, મિત્તી એ સવભૂએસ નું જેને સદાય રટણ હોય છે, જેઓ પોતાની નિશ્રામાં રહેલા મુનિઓની સતત કાળજી રાખે છે. અને તેઓને સ્વાધ્યાય-ધ્યાનમાં સદાય પરાયણ રાખે છે, એવા ઉપાધ્યાય મહારાજ સંસારના ત્રિવિધ તાપને દૂર કરી પરમ શીતલતા અર્પે છે. તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રો. ઉપાધ્યાયતે આતમા, જગબંધવ જગ ભ્રાતા રા.
ठाण आसण वसणाई, पढंत पाढंतयाण पूरंतो। दुविह भत्तिं कुणतो, उवज्झाय आराहणं कुणई।।
ભણનાર અને ભણાવનારને સ્થાન, આસન, વસ્ત્ર આદિ આપતો અને દ્રવ્ય ભાવથી ભક્તિ કરતો જીવ ઉપાધ્યાય પદની આરાધના કરે છે. બોધ સૂક્ષમ વિણ જીવને, ન હોય તત્ત્વ પ્રતીતા ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીતા ચોથે પદ પાઠકનમું, સકળ સંઘ આધાર ભણે ભણાવે સાધુને, સમતા રસ ભંડારો
For Private And Personal Use Only