________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि
www.kobatirth.org
શ્રીઅરિહંતપદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६७
ગુણ-૧૨ (હીરા) ચોખા વર્ણ ઉજ્જ્વલ
‘વિ જીવ કરૂં શાસન રસી, એસી ભાવદયા મન ઉલ્લસી’ શ્રી પ્રતિષ્ઠા કલ્પમાં નવપદજીની પૂજા સારી રીતે ક૨વાની કહી છે. શ્રી જિનાગમના સારભૂત શ્રી પંચ પરમેષ્ઠી મહામંત્રમાં આ પદ મુખ્ય છે. શ્રી જિનપ્રતિમાની શુદ્ધ આશયથી દ્રવ્ય તેમજ ભાવપૂર્વક ભક્તિ કરવી, શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું, અને શ્રી જિનેન્દ્રોના કલ્યાણકના દિવસોએ વિશેષ પ્રકારે ભક્તિ કરવી, વિગેરેથી આ પદનું આરાધન થાય
છે.
શ્રીપાલ મહારાજાએ અને મહાસતી મયણાસુંદરીએ આ નવપદના આરાધનથી આત્મ કલ્યાણ સાધ્યું છે. આરાધના કરનારે સુખની અભિલાષા રાખ્યા સિવાય કષાયોનો ત્યાગ કરીને ‘અહમ્’ અને ‘મમ’ ને મૂકીને પવિત્ર થઇ અરિહંતપદની આરાધના કરવી જોઇએ.
પાંચે પરમેષ્ઠીઓમાં પ્રથમપદે બિરાજતાં અને એજ કારણે શ્રી નવકારમંત્ર જેવા શાશ્વત મંત્રમાં પણ સદાય પ્રથમપદે પૂજાતાં અરિહંત દેવોના આત્માઓ પ્રત્યે સાચો ભક્તિભાવ જાગ્યા વિના કોઇપણ ઇષ્ટની સાધના સફળ થવી શક્ય નથી. નવપદોમાં અરિહંત પરમાત્મા પ્રથમપદે ગણાય છે. શ્રી સિદ્ધ પરમાત્મા આઠ કર્મથી રહિત છતાં બીજા પદે ગણાય છે. કા૨ણ કે સમવસરણમાં બિરાજમાન થઇ ભવ સંતાપહારિણી દેશના દ્વારા તેઓ ભવ્યજીવોનો મહાન ઉપકાર કરે છે-માર્ગ બતાવે છે.
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તો શ્રી સિદ્ધપરમાત્માને અરિહંત પદના ફલ તરીકે વર્ણવે છે. એટલે કે સર્વ પદોનું જન્મ સ્થાન શ્રી અરિહંત પદ છે.
‘ભાવ ધરી ભવિ પૂજીએ’ એ અરિહંત પ્રભુની પિંડસ્થ પદસ્થ,રૂપસ્થ, અનેરૂપાતીત અવસ્થાનું ધ્યાન ધરનાર વ્યક્તિ પોતાના આત્માને પ્રત્યક્ષ અરિહંતરૂપે જુએ છે.
અરિહંત પદની આરાધના શ્રીપાલ મહારાજે કઇ રીતે કરી તે વર્ણવતાં શ્રી રત્નશેખરસૂરિ મહારાજ જણાવે છે. કે
For Private And Personal Use Only
नव चेइ हर पडिमा जिन्नु धराई विहि विहाणेणं ।
नाणा विह पूआहिं अरिहंताराहणं कुणई ।।
અર્થ-નવા દેરાસર, પ્રતિમા, જીર્ણોદ્ધાર તેમજ અનેક પ્રકારની પૂજા વડે શ્રી