________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि આત્માઓ પણ ત્યાં સુધી દુઃખી થાય છે, જ્યાં સુધી આદરપૂર્વક સિદ્ધચક્રજીનું સ્મરણ નથી કરતા.
આ તપને કરનારી સ્ત્રીઓ પણ વિશેષકરીને વાંઝીયાં પણું, નિંદુ-મૃતવત્સાપણું, આદિ દોષોને તિલાંજલી આપે છે. વળી કદરૂપાપણું, બાલવિધવાપણું, દુર્ભાગ્ય દાસી પણું અને દુર્ભાગપણું વિગેરે ક્યારે પણ પ્રાપ્ત થતાં નથી. શ્રી સિદ્ધચક્રની આરાધનામાં ઉદ્યત એવા-ભક્તિશાળી આત્માઓ જે જે વસ્તુની ઇચ્છા કરે છે. તે તેને પ્રાપ્ત કરે છે. આના આરાધનથી શ્રી જિનશાસનનું સમ્યક આરાધન થાય છે. કારણ કે આ જિનશાસનના સારભૂત કહેવાય છે.
આ નવપદ સિવાય કોઇપણ બીજું તત્ત્વ જિનઆગમમાં નથી. તે નવપદનું જ્ઞાન મેળવવું જોઇએ. અને બુદ્ધિશાળી માણસોએ સદા તેનું ધ્યાન ધરવું જોઇએ. જે અત્યાર સુધીમાં મોક્ષપદને પામ્યા છે, ને અત્યારે પામે છે, અને જેઓ ભવિષ્યમાં પામશે, તે સર્વે શ્રી નવપદજીને આરાધીને જ પામ્યા છે, પામે છે, અને પામશે. ત્રિકરણ શુદ્ધિથી આ નવપદમાંના એક પણ પદનું આરાધન કરીને ઘણા માણસો રાજ્યાદિ સંપત્તિ મેળવનારા થયા છે.
આના પહેલા અરિહંત પદનું આરાધન કરીને મનુષ્યોમાં દેવપાલ અને દેવતાઓમાં કાર્તિક વગેરે ઉત્તમ સ્વામી પણાને પામ્યા.
આના બીજા સિદ્ધપદનું આરાધન કરીને પાંચ પાંડવો કુત્તામાતાની સાથે સિદ્ધગિરિ ઉપર ધ્યાન ધરતાં પરમપદને પામ્યા.
નાસ્તિક અને પાપનિરત એવો પ્રદેશ રાજા પણ દેવતા થયો તે આના ત્રીજા આચાર્ય પદનો મોટો ઉપકાર છે.
આના ચોથા ઉપાધ્યાયપદને આરાધતા ધન્ય આત્માઓ શ્રી સિહગિરિ મહારાજના શિષ્યોની જેમ સૂત્રનું અધ્યયન કરે છે. તેઓ વયમાં લઘુ પણ જ્ઞાનમાં વૃદ્ધ એવા વજસ્વામી મહારાજને ઉપાધ્યાય રૂપે સ્વીકારી, તેમનો વિનય-બહુમાન કરવા પૂર્વક તેમની પાસે શ્રુતનો અભ્યાસ કરતા હતા.
આના પાંચમા સાધુપદને આરાધીને રોહિણીએ અપૂર્વ સુખ મેળવ્યું જ્યારે એની વિરાધના કરીને રૂક્મિણી દુઃખ પ્રાપ્ત કરનાર થઇ.
આનું છઠું દર્શન પદ જેઓએ નિર્મળપણે પ્રાપ્ત કર્યું તે કૃષ્ણ વાસુદેવ-શ્રેણિક રાજા વિગેરે સપુરૂષોને પણ પ્રશંસનીય બન્યા.
For Private And Personal Use Only