________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
९१
કેટલાક એવા પણ દેવતાઓ હોય છે કે જેઓને આવા શુભ કાર્યો રૂચતા નથી હોતા. તેઓ આવા માંગલિક કાર્યમાં વિઘ્ન અંતરાય કરવા ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. તેઓને બલિ આપવા છતાં પણ સંતુષ્ટ થતાં નથી.
તેઓનું તે તે મુદ્રા દ્વારા વિત્રાસન ક૨વામાં આવે છે. આ એક તાંત્રિક વિધાન છે. પગની પાની ત્રણ વાર જમીન ઉપર પછાડીને ભૂમિમાં રહેલા દેવતાઓનું, આવેશયુક્ત ક્રૂર દૃષ્ટિ નાંખીને આકાશમાં રહેલા દેવતાઓનું અને ત્રણ તાળી પાડીને દિશાઓમાં ફરતા દેવતાઓનું હું વિત્રાસન કરૂં છું. -ભય પમાડું છું.
સ્નાત્રમહોત્સવ : હે ભગવંત! આપને નમસ્કાર થાવ. હે ભવ્ય જીવોને આનંદ આપનારા ત્રણે લોકના ગુરુ રૂપ હે અરિહંત ભગવંત! આપ ઘણું જીવો-ઘણું જીવો અને આપ સમૃદ્ધિને પામો-સમૃદ્ધિને પામો-આપના મૂળાક્ષર મંત્ર ‘અર્હ’ મંડલમય શ્રી સિદ્ધચક્ર પૂજનમાં ક્રમ પ્રમાણે પ્રાપ્ત થયેલું આ સ્નાત્ર શુભોદય-પુણ્યોદયને માટે
અમારા વડે કરાય છે.
હવે અભિષેકનું વિધાન શરૂ થાય છે. પ્રભુના જન્મ સમયે ઇન્દ્ર મહારાજાએ ભગવાનને મેરૂગિરિ પર લઇ જેમ ક્ષીર સમુદ્ર જળ આદિથી અભિષેક કરી ભક્તિ કરી હતી. તેજ પ્રમાણે આરાધક આત્મા પણ પ્રભુનો જન્મભિષેક ઉત્સવ ઉજવી રહ્યો છે. તેમાં પ્રથમ દૂધ આદિ છ દ્રવ્યોથી અભિષેક કરી પછી અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે.
મંત્ર પૂર્વક નવે કળશોને અધિવાસિત કરી તેમાં દૂધ દહીં હાથમાં લઇ યંત્ર સન્મુખ ઉભા રહી નવે જણ મધુર સ્વરે પાંચ શ્લોકનું સ્તોત્ર બોલે છે.
તે દિવસ પવિત્ર છે. તે ક્ષણ પણ નિષ્પાપ છે. વળી તે સ્થાન પણ પૂજાને યોગ્ય છે. તે જલને ધારણ કરનારી તીર્થ ભૂમિઓ પણ સર્વનું હિત કરનારી છે. અને તે પાણી પણ મનોહર છે. તેમજ તે કેસરચંદન વિ. ગંધ દ્રવ્યો પણ અમૂલ્ય છે. અને તે કુંભો કલશો પણ નિર્મલ છે. કે જે ધન્ય એવા જેઓ જિનેશ્વર દેવના સ્તોત્રનાં ઉપયોગથી કૃતાર્થતા ચરિતાર્થતાને પામે છે.
ભવ્યાત્માઓ વડે સ્નાત્રને માટે જિનેશ્વરની આગળ હારબંધ રાખેલા સુવર્ણ, રત્ન અને રજતમય કળશો કે જેને પુષ્પમાળ અને ચંદનથી ચર્ચેલા-પૂજેલા છે. કપૂર અગરુ વિ.ની ગંધથી સુવાસિત બનાવ્યા છે. અને ક્ષીર સમુદ્રના પાણી થી ભરવામાં આવ્યા છે. તેની જેમ પોતાની શુભ ઋદ્ધિના સંગમરૂપ સર્વહિતકર મંગલ કુંભો શોભે છે.
પ્રભુનો અભિષેક કરવા માટે હારબંધ ઉભેલા ઇન્દ્રના જેવા શોભતા ભવ્યાત્માઓ જેમણે હૃદયની આગળ હાથમાં કુંભને ધારણ કર્યો છે. તે જાણે સંસાર સમુદ્રને તરવાની
For Private And Personal Use Only