________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
૮. ઇશાનદેવનું વર્ણન:- સફેદ વર્ણવાળા, વૃષભના વાહનવાળા,પિનાક ત્રિશુલને ધારણ કરનાર સુરાસુરથી વંદિત થયેલા ઇશાન દિશાના અધિષ્ઠાયક શાની પતિઆપે ભગવંતના અભિષેકના વખતે હાજર રહી શૃંગાર, વીર રસ વિગેરે અનેક રસથી ભરપુર તાંડવ નૃત્ય કરેલ છે. જેમાં પડતાં પગલાઓ વડે તથા પગના સંચાલન વડે પૃથ્વી અને પર્વતો પણ ડોલવા લાગી જાય છે. કટાક્ષો વડે ભુવનનાં ભાગો કપિલ (વિચિત્ર વર્ણવાળા) થઇ જાય છે. તથા હાથો ચલાવતાં ગ્રહો અને નક્ષત્રો પણ વિચલિત થઇ જાય છે. એવા સુંદર નૃત્યની કળા અમને પણ સમર્પો. જેથી રાજા રાવણની માફક એક ધ્યાનથી નૃત્યાદિ ક્રિયા કરી તીર્થકરની ભક્તિ કરી તીર્થકર નામકર્મ બાંધીએ.
૯ બ્રહ્મદેવ-સુવર્ણની કાયા વાળા, આઠ મુખવાળા, સફેદ વસ્ત્ર ધારણ કરનારા, હંસના વાહનવાળા, કમળ અને પુસ્તક હાથમાં છે જેના એવા, સર્વ દેવના પિતામહ, ઊર્ધ્વલોકના અધિષ્ઠાયક બ્રહ્મદેવ ભગવંતના અભિષેક વખતે હાજર રહી, પ્રભુભક્તિમાં લીન થઈ આપે આપની વાજિંત્રની કલાથી બધાને મુગ્ધ કર્યા છે તેવી પ્રેરણાઓ અમને આપો જેથી અમે પણ ભગવંતના અભિષેક વખતે અમારી વાજિંત્ર કલાથી સર્વને મુગ્ધ કરીએ.
૧૦ નાગ શ્યામ વર્ણવાળા, પદ્મના વાહનવાળા, જેમના હાથમાં નાગ છે, જે પાતાળ લોકના સ્વામી છે. તમો ભવોની ઉત્પત્તિ ભેદના ભગવંતના અભિષેક વખતે ભુવનમાં ચારે બાજુ પ્રદીપ રૂપથઇને જલ્દી એવો પ્રકાશ કરો કે જેથી આકાશ, ફણાઓ ઉપરનાં મણિનાં કિરણોથી શિખાથી જુલવાલે ઇન્દ્ર ધનુષ્યોથી વિભૂષિત હોય તેવું થાય.
દિપાલ સમાપ્તા
નવગ્રહ પૂજન (૧)સૂર્ય-વિશ્વમાં પ્રકાશ કરનારા, હજાર કિરણવાળા નાદેવીના પતિ, વેદના જાણનારા,યમુનાના પિતા, જગતના કામોમાં સાક્ષી રૂપ, પુણ્યકર્મના પ્રભાવક પૂર્વ દિશાના અધિપતિ, સ્ફટીક જેવા ઉજ્વલ લાલ વસ્ત્રવાળા, હાથમાં કમળ વાળા સાત ઘોડાવાળા રથના વાહનવાળા, એવા હે સૂર્ય સકળ સંઘને શાન્તિને કરનારા થાઓ.
(૨) ચન્દ્ર-મહાદેવના મસ્તક ઉપર રહેવા વાળા, સોળ કળાવાળા, તારાના સમુહના સ્વામી, વાયવ્ય દિશાના અધિપતિ, અમૃતરૂપ, અમૃતમય, સર્વ જગતનું પોષણ કરનારા સફેદ વસ્ત્રવાળા, સફેદ દશ ઘોડાના વાહનવાળા, હાથમાં અમૃત
For Private And Personal Use Only