________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેત્રુંજાના ડુંગર ઉપર બિરાજે એને આંગણીયે મોરલિયા નાચે કરુણાના ઝરણા દાદા વહાવે.. પેલા ઉંચા. પગથિયા ચઢી ચઢી થાકી જવાયે દોડવા જાઓ તો હાંફી જવાય દાદાને ભેટવા તોયે સહુ જાવે... પેલા ઉંચા. દર્શન દાદાના દિલડાને ગમતા આદીશ્વર સહુના હૈયામાં રમતા પૂજા કરીને સહુ પાવન થાવે... પેલા ઉંચા. આભને અડે છે દાદાના દેરા પર્વતના શિખરે દાદાજીના ડેરા દુનિયાને મુક્તિનો રાહ બતાવે... પેલા ઉંચા.
ગીત-૨૪ રાહ બતાવો
(લોકગીત) આદીશ્વરજી, અમને રાહ બતાવો દ્વાર તમારે આવ્યા, અમને રાહ બતાવો-(આદીશ્વરજી) ભટકી રહ્યો છું હું લાખ ચોરાશી તારા વિના જીવનમાં છાઈ રે ઉદાસી
પ્રસન્નતા પ્રગટાવો. અમને. વિષયોની ગોદમાં જઈને હું પેલું પાપોથી મનડું થઈ ગયું મેલું
મનને સ્વચ્છ બનાવો. અમને.
E શત્રુંજય સ્તવના
૭૩
For Private And Personal Use Only