________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવન-૧૮
અયિાં હરખણ લાગી, હમારી અખીયાં હરખણ લાગી. દર્શનદેખત પાર્શ્વ જિણંદ કો, ભાગ્ય દશા અબ જાગી. ૧ અકલ અરૂપી ઓર અવિનાશી, જગમેં તુંહી નિરાગી... ૨ સુરતિ સુંદર અચરિજ એહી, જગ જનને કરે રાગી... ૩ શરણાગત પ્રભુ! તુજ પદ પંકજ, સેવના મુજ મતિ જાગી.. ૪ લીલા લહેરે દે નિજ પદવી, તુમ સમકો નહીં ત્યાગી... ૫ વામાનંદન ચંદન ની પરે, શીતલ તું સૌભાગી... ૬ “જ્ઞાનવિમલ' પ્રભુ ધ્યાન ધરતા ભવ ભય ભાવઠ ભાગી... ૭
સ્તવન-૧૯
આજ મારા પ્રભુજી ! સામું જુઓને, સેવક કહીને બોલાવો રે, એટલે હું મનગમતું પામ્યો રૂઠડાં બાળ મનાવો રે. ૧ પતિત પાવન શરણાગત વત્સલ, એ જશ જગમાં ચાવો રે, મન રે મનાવ્યા વિણ નહીં મુકું રે, એહિ જ મારો દાવો રે. ૨ કબજે આવ્યા તે નહિ મુકું, જિહાં લગે તુમ સમ થાવો રે, જે તુમ ધ્યાન વિના શિવ લહીએ, એહવો દાવ બતાવો રે. ૩ મહાગોપ ને મહાનિર્ધામક, એવા એવા બિરદ ધરાવો રે, તો તુમ આશ્રિત ને ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવો રે ? ૪ જ્ઞાનવિમળ પ્રભુ નામ મહાનિધિ મંગલ એહ વધાવો રે, અચળ અભેદપણે અવલંબી, અહોનિશ એ દિલ ધ્યાવો રે. ૫
1
2
| ૭૦ -
સ્તવન 3
For Private And Personal Use Only