________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન-૧૫ તીરથીની આશાતનાનો ત્યાગ તીરથની આશાતના નવિ કરીયે. હરે નવિ કરીયે રે નવિ કરીયે હારે ધૂપ ધ્યાન ઘટા અનુસરીયે, હાંરે તરીકે સંસાર તીરથ૦ ૧. આશાતના કરતાં થકાં ધન હાણી, હરે ભૂખ્યા ન મળે અન્નપાણી, હાંરે કાયા વળી રોગે ભરાણી, હાંરે આ ભવમાં એમ. તીરથ૦ ૨. પરભવ પરધામીને વશ પડશે, હાંરે વૈતરણી નદીમાં ભળશે, હાંરે અગ્નિને કુડે બળશે, હારે નહિં શરણું કોય. તીરથ૦ ૩. પૂરવ નવાણું નાથજી ઈહાં આવ્યા, હાંરે સાધુ કેઈ મોક્ષ સિધાવ્યા, હાંરે શ્રાવક પણ સિદ્ધિ સુહાવ્યા, હાંરે જપતાં ગિરિનામ. તીરથ૦ ૪. અષ્ટોતર શતકૂટ એ ગિરિ નામ, હાંરે સૌંદર્ય યશોધર નામે, હાંરે પ્રીતિ મંડણ કામુક કામે, હાંરે વળી સહજાનંદ. તીરથ૦ ૫. મહેંદ્રધ્વજ સર્વાથસિદ્ધ કહીયે, હાંરે પ્રિયંકર નામ એ લહિયે, હાંરે ગિરિ શીતલ છાંયે રહીયે, હાંરે નિત્ય કરીયે ધ્યાન. તીરથ૦ ૬. પૂજા નવાણું પ્રકારની એમ કીજે, હરે નરભવનો લાહો લીજે, હાંરે વળી દાન સુપાત્રે દીજે, હાંરે ચઢતે પરિણામ. તીરથ૦ ૭. સેવનફળ સંસારમાં કરે લીલા, હાંરે રમણી ધન સુંદર બાળા, હાંરે શુભવીર વિનોદ રસાલા, હાંરે મંગલ શિવમાલ. તીરથની આશાતના નવિ કરીયે તીરથ૦ ૮.
Trt
શિસંજય સ્તવના
સવના
૭
- -
- - -
૭
For Private And Personal Use Only