________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન-૭
મનના મનોરથ સાવિ ફળ્યા એ, સિન્ક્યા વાંછિતકાજ
પૂજો એ ગિરિરાજને એવ
પ્રાયેઃ એ ગિરિ શાશ્વતો એ, ભવજલ તરણ જહાજ, પૂજો ગિરિરાજને એ૦ ૧.
મણિ માણેક મુક્તાફલે એ, રજત કનકનાં ફૂલ, પૂજો. કેસર ચંદન ધસી ઘણાએ, બીજી વસ્તુ અમૂલ. પૂજો૦ ૨.
છઠે અંગે દાખીયોએ, આઠમે અંગે લાખ, પૂજો સ્થિરાવલી પયત્ને વર્ણવીયો એ, એ આગમની સાખ. પૂજો૦ ૩.
નિમલ કરે ભવિલોકને એ, તેણે વિમલાચલ જાણ પૂજો. શુક રાજાથી વિસ્તર્યો એ, શત્રુંજ્ય ગુણખાણ. પૂજો૦ ૪. પુંડરીક ગણધરથી થયો એ, પુંડરીકગરિ ગુણધામ. પૂજો. સુરનર કૃત એમ જાણીયે એ,ઉત્તમ એકવીસ નામ. પૂજો૦ ૫.
એ ગિરિવરના ગુણ ઘણાંએ, નાણીએ વિ કહેવાય, પૂજો જાણે પણ કહી વિ શકે એ, મૂક ગુડને ન્યાય. પૂજો૦ ૬.
શત્રુંજય સ્તવના
ગિરિવર ફરસન નવિ કર્યો એ, તે રહ્યો ગર્ભાવાસ. પૂજો. નમન દરસન ફરસન કર્યો એ, પૂરે મનની આશ. પૂજો૦ ૭.
આજ મહોદય મેં લહ્યો એ, પામ્યો પદ રસાળ, પૂજો. મણિ ઉદ્યોગિરિ સેવતાં એ, ઘેર ઘર મંગલમાળ. પૂજો૦ ૮.
For Private And Personal Use Only
૫૯