________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વૃષ્ટિ ગંધોદકે અદ્ભુમરી કરે, અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨ ઘર કરી કેળના, માય સુત લાવતી; કરણ શુચિ કર્મ જળ કલશે ન્હેવરાવતી; કુસુમ પૂજી અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ શયન પધરાવતી. ૩ નમીય કહે માય ! તુજ બાળ લીલાવતી, મેરૂ રવિ ચન્દ્ર લગે, જીવજો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘરે જાવતી, તિણે સમે ઈન્દ્ર સિંહાસન કંપતિ. ૪.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
***
શત્રુંજય સ્તવના
(ગીતિકા) જિન જન્મ્યાજી, જિન વેળા જનની ઘરે, તિણ વેળાજી, ઈન્દ્ર સિંહાસન થરહરે; દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા; દિશિનાયકજી, સોહમ ઈશાન બેઠું તા. ૧ છંદ
તદા ચિંતે ઈન્દ્ર મનમાં, કોણ અવસર એ બન્યો, જિનજન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપન્યો; સુઘોષ આદે ઘંટનાદે, ઘોષણા સુરમેં કરે,
સવિ દેવી દેવા જન્મ મહોત્સવે, આવજો સુગિરિવરે. ૨. (અહીં ઘંટ વગાડવો.)
For Private And Personal Use Only
૪૭