________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્ટ ઘટતું જાય તો પણ, પાપ બુધ્ધિ નવી ઘટે, આશા જીવનની જાય તો પણ, વિષયાભિલાષા નવી મટે, ઔષધ વિષે કરૂં યત્ન પણ હું, ધર્મને તો નવી ગયું, બની મોહમાં મસ્તાન હું: પાયા વિનાનાં ઘર ચણું ૧૬
આત્મા નથી પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી, કાન પીધી સ્વાદથી, રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપશ્રી તો પણ અરે, દીવો લઈ કૂવે પડયો, ધિક્કાર છે મુજને ખરે ૧૭
મેં ચિત્તથી નહી દેવની કે, પાત્રની પૂજા ચહી, ને શ્રાવકો કે સાધુઓનો, ધર્મ પણ પાળ્યો નહિ, પામ્યો પ્રભુ નરભવ છતાં, રણમાં રડયા જેવું થયું, ધોબી તણા કુત્તા સમું, મમ જીવન સહુ એળે ગયું ૧૮
હું કામધેનુ કલ્પતરૂ, ચિંતામણિના પ્યારમાં, ખોટા છતાં ઝંખો ઘણું, બની લુબ્ધ આ સંસારમાં, જે પ્રગટ સુખ દેનાર હારો, ધર્મ તે સેવ્યો નહિ, મુજ મૂર્ખ ભાવોને નિહાળી, નાથ કર કરૂણા કંઈ ૧૯
મેં ભોગ સારા ચિંતવ્યા, તે રોગસમ ચિત્યા નહિ આગમન ઈચ્છયું ધનતણું, પણ મૃત્યુને પ્રીવું નહિ નહિ ચિંતવ્યું મેં નર્ક, કારાગ્રહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયો ૨૦ ૨૮ =
રત્નાકર પચ્ચીસી
-
-
-
For Private And Personal Use Only