________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના ન મ્ર–નિવેદન અખીલ જગતમાં આજે તેથી વધારે પ્રિય અને બોલવામાં સાને ઉપયોગમાં આવતાં શ્રી. સિદ્ધાચલના સ્તવને છે. અને તે વિષયની ચેકબંધ માગણીઓ આવતાં અમારા મંડળે એ વિચાર પૂજ્ય જૈનાચાર્ય શ્રીમવિજયભુવનતિલકસૂરિજી મહારાજની રૂબરૂમાં જાહેર કર્યો. પૂ. આચાર્ય દેવે પણ એ વિચારને સતેજ કર્યો. અને પ્રેરણા પણ કરી. જેથી નાનું પણ સર્વજનપયોગી આ પુસ્તક બહાર પાડવા અવસર પામ્યા છીએ. કાર્તિક વિગેરે પૂર્ણમાના દિવસોમાં ઉપયોગમાં આવે તે માટે શ્રી. શત્રુંજય તીર્થના મહિમામય એકવીશ દુહાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શત્રુંજયની યાત્રા કરનાર ભાગ્યવંતને પણ આ પુસ્તક અત્યંત ઉપયોગી નીવડશે. વાચકને પ્રાર્થના છે કે આ પુસ્તકની આશાતને ન કરતાં યોગ્ય ભકિતમાં ઉપયોગ કરશે તે હમારે શ્રમ સફલ થયે માનીશું.
મંત્રી. જગુભાઈ
For Private and Personal Use Only