________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ઝવેરી વાડમાંથી શ્રી હીરવિજયસૂરિને પકડયા. આ વખતે પાસેના માણસે પણ થરથરવા લાગ્યો. એમાં બે બહાદુર નીકળ્યા: એક રાઘવ ગંધર્વ ને બીજા સોમ સાગર. એમણે બરાબર એ સિપાઈઓને સામને કર્યો ને હીરવિજયજીને છોડાવ્યા. હીરવિજયજી અહીંથી ઉઘાડા શરીરે એક સહીસલામત સ્થળમાં ચાલ્યા ગયા.
સિપાઈઓ પાછા ફર્યા ને બૂમ પાડતા પાડતા પાછા આવ્યા. હીરજી નાસી ગયે-અમને મુકીએ મુક્કીએ માર્યા. ખાન આ સાંભળી રાતો પીળો થયે. વધારે સિપાઈઓને એકલી કહ્યું જાવ જ્યાં હોય ત્યાંથી હીરવિજયને પકડી લાવો. શહેરમાં આ વાતની ખબર પડતાં ફટફટ પોળના દરવાજા બંધ થયા ને શેરબકેર મચી રહ્યો. સિપાઈ ઓએ સૂરિજીને શોધવામાં કચાશ રાખી નહી છતાં પણ તેમાં ફાવ્યા નહિ. બીજા બે ભળતા જ સાધુઓને પકડીને મારવા માંડયા. પણ પછી એમને ખબર પડી કે આ ધર્મસાગર ને શ્રતસાગર નામના બીજા જ સાધુઓ છે. આ બધી ધમાલ પતી ગયા પછીજ હીરવિજયજી શાંતિથી વિહાર કરી શક્યા. આવી આવી મુશ્કેલીઓ તેમને ત્રણ ચાર વખત સહન કરવી પડી છે. તેઓ નિરંતર કાંઈ ને કાંઈ તપ કરતા હતા ને સંયમનું બરાબર આરાધન કરતા હતા,
૫ હિંદુસ્તાનના બધા બાદશાહોમાં અકબરે નામ કાઢયું છે. એ પ્રતાપી ને બળવાન હતું. એ મહા ચતુર ને મુસદી હતે. વળી જુદા જુદા ધર્મની વાત સાંભળવાને
For Private And Personal Use Only