________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
કે વીતરાય નમઃ |
છા જરાતનાં મુખ્યમુખ્ય શહેરમાં આવેલા જૈન ગ્રંથ ભંડારોમાંના હસ્તલિખિત જૈન ધર્મગ્રંથ - મથેનાં ચિત્રો ઉપરથી એક ગ્રંથના રૂપમાં ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિ
ગૂર્જર પ્રજા સમક્ષ હું ઈ. સ. ૧૯૩૬માં મૂકવા ભાગ્યશાળી થયો હતો અને તે ‘જૈનચિત્રક૯૫દમ' નામના ગ્રંથની શ્રીમન્ત ગાયકવાડ સરકાર, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, સર ચીનુભાઈ બેરોનેટ, શ્રીયુત માણેકલાલ ચુનીલાલ શાહ, શ્રીયુત કરમચંદ ચુનીલાલ, શ્રીમાન શેઠ માણેકલાલ પ્રેમચંદ અને શ્રીમાન બકુભાઇ મણિલાલે નકલો ખરીદ કરીને મને આ પ્રકાશન જાહેરમાં મૂકવા માટે ઉત્તેજિત કર્યો છે તે માટે તે સઘળાનો આભાર માનવાની આ તક લઉં છું અને સાથેસાથે ઇચ્છું છું કે મારા આ ગ્રંથની પણ વધુ પ્રમાણમાં નકલો ખરીદ કરીને બીજે વધુ ગ્રંથરત્નો જાહેર પ્રજા સમક્ષ મૂકવા માટે મને વધુ તક આપશે.
વિ. સં. ૧૯૮૭ના શીઆળામાં “શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ તરફથી અમદાવાદના શેઠ ભગુભાઈના વંડામાં શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન’ ભરવામાં આવ્યું હતું તે સમયે તે પ્રદર્શનની કાર્યવાહક સમિતિ તરફથી ચિત્રકળા, લેખનકળા તથા મંત્રમંત્રાદિ વિભાગના ઐનરરી સેક્રેટરી તરીકે મારી નીમણુક કરવામાં આવેલી. એ પુણ્ય પ્રસંગે સંકડે વર્ષોથી જૈનભંડારોના ભૂમિગૃહોમાં છુપાએલ સાહિત્યરશ્મિનું નિરીક્ષણ કરવાની અમલી તક મને પ્રથમ વાર સાંપડી. અને જેમજેમ તે સાહિત્યરસ્મિનું બારીકાઈથી હું નિરીક્ષણ કરતા ગયા તેમ તેમ તે રસ્મિને સર્જક જૈનાચાર્યો તથા ધર્મધુરંધર સાધુવ તરફ પૂજ્ય અને પવિત્ર ભાવ વધતે ગયે, સાથે સાથે તે સાહિત્યરશ્મિને પૂજ્ય અને પવિત્ર ભાવથી આશ્રય આપનાર જૈન મંત્રીશ્વર તથા જૈન શ્રેષ્ઠીઓ તરફ ૫ણું ભાનની લાગણી ઉત્પન્ન થઈ; એકલો પૂજ્ય અને પવિત્ર ભાવ ઉત્પન્ન થયો એટલું જ નહિ, પરંતુ તે પૂજ્ય મહાનુભાવોએ વિશાળ દૃષ્ટિથી અને આત્મકલ્યાણની પવિત્ર ભાવનાથી સર્જન કરેલા અને જગતમાત્રના કલ્યાણની ભાવનાથી આશ્રય આપીને આજસુધી સાચવી રાખેલા એ સાહિત્યરસિમના વારસાને નાશ થતો અટકાવવા, તથા તેના વારસદારોને તેની ખરી કીમત સમજાવવા મારા મનમાં નિશ્ચય બંધાયે.
મારા આ નિશ્ચયના પરિણામે જ ઈ.સ. ૧૯૩૬ની શરૂઆતમાં ઉપરોક્ત જૈનચિત્રકલ્પક્રમ નામનો ગ્રંથ જાહેર જનતા સમક્ષ હું રજૂ કરી શક્યો; અને તે ગ્રંથમાં જ પાટણના પ્રાચીન ભંડારોના વર્ષોના બારીક નિરીક્ષણ ઉપરથી રાત્રિદિવસ અથાગ મહેનત કરીને વિર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીએ “લેખનકળા'ના વિષય ઉપર પ્રકાશ ફેંકતો “ભારતીય જન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા’ નામને, એક સ્વતંત્ર પુસ્તક જેટલા વિસ્તૃત નિબંધ તૈયાર કરીને આધુનિક મદણયુગમાં આપણી અદશ્ય થતી પ્રાચીન લેખનકળા અને તેના સાધનોના સંરક્ષણ
For Private And Personal Use Only