________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ સ્ત્રી વગેરેને વશીકરણ કરવાના ઔષધોના પરિચ્છેદ
લવીંગ, કેસર, સફેદ વાળા (ખસ), નાગકેસર, સફેદ સરસવ, એલચી, મણુશીલ, ઉપલેટ, તગર, સફેદ કમલ, ગેાચંદન, સફેદ ચંદન, તુલસી, પિકવી (આંબાની માંજર), પદ્મક નામનું લાકડું, ઈંદ્રજવ, કુમારપાઠું એ સર્વ સરખા ભાગે પુષ્ય નક્ષત્રને વિષે લઇને તે સર્વે ઔષધાનું ચૂર્ણ કરીને વર્ષીદના કરાના પાણીથી અથવા સાનાના પાણીથી ચન્દ્રોદય વખતે કરેલું તિલક મનુષ્યેાને વશ કરનાર થાય છે.−૧, ૨, ૩.
મયૂરશિખા, સફેદ ચણાઠી, ગારખમુંડી, આકડાના પાંદડા પરના કીડાને મલ, પેાતાના શરીરના પાંચ મલ, એ દ્રબ્યાનું ચૂર્ણ પાનની અંદર આપવાથી સ્ત્રી વશીકરણ થાય છે.-૪.
લાલ કરેણ, નાળવેલ, પુત્રજારી, બ્રહ્મદંડી (ધેાળા એખરે પુત્રજીવી), ઇંદ્રવારૂણી, ઉંધાહુલી, તથા લાજવંતી (રીસામણી) એ સર્વ દ્રબ્યાનો જડાની જટાનું ચૂર્ણ એકઠું કરોને ઘણીજ ગાળીઓ કરીને, ગાળીની ખરાખર સમુદ્રનું મીઠું સારા વાસણની અંદર નાખીને પેાતાના સૂત્રથી પકાવીને અન્ન વગેરેમાં સ્ત્રીને ખાવા આપવાથો સ્ત્રી માહ પામે છે (વશ થાય છે). ૫, ૬.
મરણ પામેલા એવા કાળા સર્પના મુખમાં રીસામણીના મૂલ સહિત પાંચે અંગેા, સફેદ ચણાઠી તથા રૂદ્રજટા એ ત્રણેનાં મૂલ ત્રણ દિવસ સુધી રાખીને પછી કાઢી લઈને, વઢવાડીયા (સફેદ વછનાગ)ના મૂળને છેદીને તેના એ સંપુટની મધ્યમાં ગાયનું છાણુ લેપી (ચાપડી)ને, તે ત્રણે ઔષધાનાં કરેલા એવા ચૂર્ણને તે કંદ (મૂળ) મધ્યે નાખીને, તે ચૂર્ણને સમ્યક્ પ્રકારે (સારી રીતે) કાળી કુતરીનું દુધ તથા પોતાના શરીરનાં પાંચ મલની ભાવના દઇને તે ચૂણૅ ખાવા પીવામાં આપવાથી સ્ત્રી પુરુષ એક બીજાને વશ થાય છે. મન્ત્રશાસ્ત્રના જાણકારાએ વશીકરણ કર્યું માટે આંખ, કાન, દાંત તથા જીભનાં મલ અને વીર્ય એ પાંચ મલ કહેલા છે.-૭,૮,૯,૧૦.
પાંચ દૂધવાળા ઝાડનાં દૂધ (વડ, ગુલ્લર અગર ઉમેડા, બ્રહ્મપીંપળા, ખાખરા, નાના વડનું ઝાડ વિશેષ એ પાંચ, કેાઈક વડની જગ્યાએ વૃંદુલ કહે છે.)તથા કાળી મંથેલીના રસથી પાંચ સૂત (આકડાનું રૂ, કમલનાળનું સુતર, સીમળાનું રૂ, કપાસના રૂનું સુતર તથા દેવકપાસનું સુતર)ની દીવેટને ભાવના આપીને, તલના તેલમાં તે દીવેટ મૂકીને દીવા સળગાવવાથી ત્રણે ભુવનમાં રહેલા મનુષ્ય માહુ પામે છે.-૧૧
For Private And Personal Use Only