________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e
મંત્રાની પ્રાચીનતા *
સાંભળવા પ્રમાણે પૂર્વે વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાં એવા અનેક વિધાના હતા કે જેનાથી પૂર્વાંચાર્યાં દરેક પ્રસંગે શાસનની રક્ષાએ કરતા. ‘વિદ્યા’ શબ્દના અર્થ આ સ્થળે ‘જ્ઞાનાત્મક વિદ્યા’ નહિ પણ ‘મંત્રસ્વરૂપિણી અક્ષરાત્મક વિદ્યા’ સમજવાને છે. ઉપરાક્ત પૂર્વાત્મક વિદ્યાઓને તે આજે નાશ થએલા છે, છતાં એમના વિષયના મહિમા હજી સુધી ધણા તાજો છે. તમે કાઈ પણ આસ્તિક ભારતવાસીની આગળ વિદ્યા’ અથવા એને જ બીજો પ્રકાર ગણાતા ‘મંત્ર’ની વાત કરી, તે તે ઘણી જ શ્રદ્ધાથી સાંભળશે. ભારતવર્ષની પ્રજાને આ વિષય ઉપર લાંબા કાળથી અચળ શ્રદ્દા છે. અજ્ઞાન બાળકમાંથી પણ એવાં ઘેાડાં જ નીકળશે કે જેઓ વિદ્યામંત્રના ચમત્કારની વાતાથી તદ્દન અનભિજ્ઞ હાય. ભારતવર્ષનાં ધર્મશાસ્ત્રા, પુરાણા, કથાગ્રંથા અને મહાપુરુષોનાં ચરિત્રા પૈકી કોઈ પણ વિષયનું પુસ્તક જુએ. વિદ્યામંત્ર અથવા તેના પ્રભાવ સંબંધમાં કંઈ તે કંઇ લખેલું તેમાંથી મળી આવશે જ.
આ ઉપરથી પાહેકગણુ જોઈ શકશે કે પૂર્વે ભારતવર્ષમાં આ વિદ્યામંત્રના પ્રચાર ઘણા અસાધારણ હતા. પાંચમીથી દસમી સદી સુધીના પાંચસે વર્ષના ગાળામાં આ વિષયના નાના મેટા બેથી અઢી હજાર જેટલા ગ્રંથા તા એકલા બૌદ્ધ ભિક્ષુએએ જ બનાવ્યા હતા ! આ ઉપરથી ભારતવર્ષમાં મંત્રવિદ્યાના ફેલાવા કેટલા હોવા જોઇએ તેનું અનુમાન કરી શકાશે. ઔદ્ધ સંપ્રદાયમાં આ વિષયના ગ્રંથેાની બહુલતા હેાવાથીજ હાલના વિદ્વાનાનું માનવું છે કે મંત્રવિદ્યા તથા તંત્રવિદ્યાના ગ્રંથા જનાએ બૌદ્ધ સંપ્રદાયના અનુકરણ રૂપે તૈયાર કર્યાં છે. તેનું એક કારણ એ પણ છે કે જૈન સંપ્રદાયના તે વિષયના ગ્રંથા હજીસુધી અપ્રસિદ્ધ છે. તેથી જ પ્રસ્તુત ગ્રંથના વિદ્રાન પ્રસ્તાવનાલેખકે જૈનાગમામાંથી પુરાવા આપીને સાબિત કરેલું છે કે જૈન સંપ્રદાયમાં બૌદ્ધ સંપ્રદાયની અસર પહેલાં પણ જૈનાચાર્યાં આ વિદ્યાથી અનભિજ્ઞ ન હતા.
વિદ્યામંત્રના પ્રચારની દષ્ટિએ આ તે એક સાધારણ વાત થઈ. પણ જૈન સમાજને આ વિષયમાં કેટલે આદર હતેા તે બતાવવાની ખાસ જરૂર છે. બૌદ્ધ લેાકાએ આ વિષયને જેમ ધાર્મિક રૂપ આપુી, અવશ્ય કર્તવ્ય તરીકે તેના સ્વીકાર કર્યાં હતા અને વાતવાતમાં તેને ઉપયોગ કરતા હતા તેટલી હદે જૈનાચાર્યાં બીલકુલ ગયા નહેાતા. તેઓ મંત્રશાસ્ત્રના અભ્યાસ કરતા એટલું જ નહિ, પણ કોઈ કાઈ પ્રસંગે પતિત સાધુ અથવા ગૃહસ્થાની ખુશામત કરીને પણ આ જ્ઞાનની પ્રાપ્તિ કરતા હતા, * છતાં પણ એને ઉપયાગ લાભાલાભ જોને શાસનરક્ષાના કારણુ નિમિત્ત જ કરતા. વજ્રસ્વામી, પ્રિયગ્રન્થિસૂરિ, આર્યખપટ, આર્યમંચુ, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકર, હિરભદ્રસૂરિ,કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ, શ્રી જિનદત્તસૂરિ, શ્રી જિનપ્રભસૂરિ,વાદિવેતાલ શ્રી શાંતિસર, શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાય વગેરે અનેક પ્રાચીન તેમજ અર્વાચીન આચાર્યાં આ વિષયના અનુભવી
* ‘જૈન યુગ’ માસિકના સંવત ૧૯૮૨ના માગશર માસના પુ. ૧. અંક, ૪માં ઇતિહાસપ્રેમી શ્રી કલ્યાણવિજયજીએ લખેલા ‘આપણા પ્રાકૃતા’ નામના લેખ જુએ.
* " विज्जग उभयं सेवे त्ति । उभयं णाम पासत्थ गिहत्था ते विज्जमन्त जोगादिणिमित्तं सेवे इत्यर्थः || ” —નિશિથસૂળિ ૧, ૭૦,
For Private And Personal Use Only