________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાખો મનુષ્યો વિદ્યમાન છે કે જેઓ વધારે નહિ તો એક માળા ત નમસ્કાર મહામંત્રની તથા બીજા જૈન મંત્રાની ગણે છે જ. આ માળા ગણનારાઓ મોટા ભાગે બે પ્રકારના હોય છે–એક તો ધનવાન અને બીજા નિર્ધન–એમાં ધનવાન પાસે કવ્યાદિ સાધન હોવા છતાં પણ આધિ અને વ્યાધિથી રહિત તેઓ હોતા નથી, એટલે કે મહાપ્રભાવશાળી એવા મંત્રની માળા ગણવા છતાં પણ તેઓને આધિ અને વ્યાધિ સતાવી રહેલી હોય છે; બીજી શ્રેણીના માણસો પિકીના હજારો પુરુષો એવા પણ જણાઈ આવે છે કે જેઓને શરીર ઢાંકવા વસ્ત્ર પણ પૂરેપૂરાં હતાં નથી તથા પેટનો ખાડો પૂરવા માટે પૂરું અન્ન પણ મળતું નથી. આ પ્રમાણે દેખીને એકલું આશ્ચર્ય નહિ પણ મોટો વિસ્મય ઉત્પન્ન થાય છે કે કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા સર્વ અભીષ્ટ તથા યાવત મોક્ષસુખને પણ આપનાર મહાપ્રાભાવિક મોના આરાધકોની આવી શોચનીય દશા કેમ? શું શાસ્ત્રમાં જે પ્રમાણે વર્ણન કરેલું છે તે પ્રમાણે તે મંત્રોનો મહિમા નથી? શું પૂર્વાચાર્યોએ તેનો કલ્પવૃક્ષથી પણ અધિક મહિમા ગાય છે તે પેટે જ ગાયે છે? કે મંત્રોનું આરાધન કરવાવાળા વિશુદ્ધ ભાવથી તેનું આરાધન નથી કરતા ? અથવા આરાધકોની શ્રદ્ધામાં ખામી છે? ના, ના, આ તે કેવલ કલ્પના માત્ર છે, કારણ કે પહેલાંનાં જ્ઞાની પુરુષ એવા ન હતા કે જેઓ મંત્રના નામે દુનિયાને છેતરે. અને પૂર્વાચાર્યોએ કલ્પવૃક્ષથી પણ અધિક મહિમા જે મંત્રોનો ગાયો છે તે પણ વાસ્તવિક છે, તેમાં જરા માત્ર સંદેહને સ્થાન નથી; કારણ કે પરોપકારપરાયણ, ત્રિકાલદર્શ, મહાનુભાવ પૂર્વાચાર્યોના વિશુદ્ધ ભાવથી નીકળેલા હૃદયંગમ શબ્દો સર્વથા ભ્રમવગરના, પ્રમાણભૂત અને પૂર્વાપર વિરોધ વગરના હોવાથી અત્યંત માનનીય છે. આરાધન કરવાવાળાઓમાંથી કોઈક વિરલ જ એવા હશે કે જેઓ શ્રદ્ધા વગર અથવા તો દુનિયાને દેખાડવા માટે એનું આરાધન કરતા હશે, બાકી મોટા ભાગને માટે તો છાતી ઠોકીને એમ કહી શકાય કે તેઓ પૂર્ણ ભક્તિ, અવિકલ પ્રેમ, દઢ શ્રદ્ધા અને પૂર્ણ ઉત્સાહ સાથે તેનું ગુણન, મનન અને ધ્યાન કરે છે.
અહીં ફરી પણ એને એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે આ મંત્ર અતિશય પ્રભાવશાલી અને પૂર્વાપર વિરોધ વગરના છે અને તેના મહિમા સંબંધી મહાનુભાવ પૂર્વાચાર્યોના વાક્યોમાં લેશ માત્ર પણ શંકાને સ્થાન નથી તથા તેનું આરાધન કરવાવાળાઓ પણ વિશુદ્ધ ભાવ અને દઢ શ્રદ્ધાથી એકાગ્ર ચિત્તે તેનું ધ્યાન ધરે છે તે પછી એવું તે શું કારણ છે કે તે મહાપ્રભાવશાલી મંત્રો, સિદ્ધિ-સુખ તે દૂર રહ્યાં પણ લૌકિક સુખ અગર તે સંબંધી ઇચ્છિત પદાર્થો પણું મેળવી આપતા નથી? પાઠકગણ! આ પ્રશ્નોના ઉત્તરમાં કેવલ એ જ ઉત્તર છે કે, મંત્રોનાં જે ગુણન અને ધ્યાન કરવામાં આવે છે તે તે વિષયના જોઈતા જ્ઞાનનો અભાવ હોવાથી યથાર્થ વિધિપૂર્વક કરવામાં નથી આવતાં; અને તેથી કાંઈ પણ ફલ પ્રાપ્ત થતું દેખાતું નથી. બીજું એ પણ કારણ છે કે જે જાપ કરનારનું ભાગ્ય પ્રતિકૂળ હશે તે ગમે તેટલા જાપ કરવા છતાં પણ મંત્ર કુલ નહિ આપે; બધી બાબતોમાં કર્મસત્તા બલવાન છે. ત્રીજી વાત એ છે કે મંત્રોના જાપની બાબતમાં શ્રદ્ધા એ મોટામાં મોટી ચીજ છે; શ્રદ્ધા વિના તે મુક્તિ પણ મળતી નથી, તે પછી મંત્ર તો ક્યાંથી જ ફલ આપે ? અગર જો તમારું ભાગ્ય અનુકૂળ હશે તે મંત્રના અધિઠાયક દેવ અદસ્ય રહીને તમને જવાબ આપશે, પરંતુ પ્રત્યક્ષ આ સમયમાં નહિ આવે.
For Private And Personal Use Only