________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ ભાગમાં આવેલી કનકાવતીનગરીના રાજા કનકરથે અહીં આવીને કરાવેલો છે ! સમેતશિખરજી સાથે આ રાજાને એટલો તો લગાવ થઈ ગયેલો કે સમેતશિખરજીની આ ટૂંકના જીર્ણોદ્ધાર પછી પાછા પોતાના મુકામે ગયા તો ત્યાં પણ એટલે કે પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં પણ વીશશિખરી દેરાસર બંધાવી વીશ જિનબિંબ સ્થાપી સમેતશિખરજી પ્રતિ કૃતકૃત્યતા અનુભવી હતી.
(૨૪) અહીંથી થોડું ચઢાણ છે. તે પૂરું કરતાં જ અજિતનાથ ભગવંતની ટૂંક આવે છે. આ લો: આવી ગઈ અજિતનાથની સિદ્ધવર ટૂંક !
સ્તુતિ યહ પુણ્ય ભૂમિ પતિત પાવન દે રહી સદેશ હૈ ! શ્રી અજિત જિનવર સિદ્ધિ પાઈ પૂજ્યવર અખિલેશ હૈ ! અકલંક પદદા દિવ્ય ભૂમિ મુનિજના શિવધામ હૈ / શ્રી સિદ્ધવર ઈસ ટુંક કો મમ કોટિ કોટિ પ્રણામ હૈ /
બીજા તીર્થકર અજિતનાથ ભગવંત, અહીં ૧OOO મુનિવરો સાથે માસક્ષમણના અંતે, કાઉસગ્નમુદ્રામાં અનશન
(૭૯),
For Private and Personal Use Only