________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આથી તો સવારે સકલતીર્થના પાઠ દ્વારા મુખ્ય મુખ્ય તીર્થોનું સ્મરણ કરવાનું વિધાન દર્શાવ્યું છે ને?
સમેતશિખરજી પણ એવું જ ગરવું તીરથ છે. એની યાત્રા પણ મહાલાભકારી દર્શાવી છે. એની સાક્ષાતયાત્રા તો કેવી ફળવતી છે એ આપણે આગળ જોઈશું પણ એની ભાવયાત્રાય સુખકારી ને દુઃખહારી છે.
આજે આપણે એની ભાવયાત્રામાં જોડાવાનું છે. પૂજય ગુરુદેવશ્રીના મુખે તેનું વર્ણન સાંભળવાનું છે. બની શકે તો આંખો બંધ રાખી ગુરુદેવશ્રી જે જે વર્ણન કરે છે તે તીર્થો અને મૂળનાયક પ્રભુને સાક્ષાત્ કરતાં રહો પણ, મનથી તો આપણે એની એવી જ કલ્પના કરવાની છે કે આપણે ઘણા મોટા વિશાલ સમુદાય સાથે ભળ્યા છીએ અને વાજતે ગાજતે નીકળ્યા છીએ...
સર્વપ્રથમ આપણા નવરંગપુરા જૈન સંઘના પ્રમુખ દેરાસરે શ્રી મુનિસુવ્રત સ્વામીને ભેટી લઈએ એ દાદાની પરમકૃપાથી આપણી યાત્રા નિર્વિને પૂર્ણ થવા પામે છે.
કેવા અદ્દભુત લાગે છે દાદા મુનિસુવ્રત સ્વામી... બધા હાથ જોડીને બોલો
મ
For Private and Personal Use Only