________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણી ખામી હતી. મુનિને પૂછતાં જિનભક્તિ તરફ વિશેષ લક્ષ્ય કેળવવા પ્રેરણા કરી. આથી રાજા જિનભક્તિમાં તલ્લીન રહેવા લાગ્યો. એક વખત ગગનવિહારી કો મુનિરાજ આકાશમાંથી ઉતરી આવ્યા. રાજાએ ભાવથી વન્દનાદિ કર્યા. રાજાના મનોભાવ જાણી મુનિએ તેના ઉપાય તરીકે જણાવ્યું કે લાલકપડાં, લાલઆસન, લાલ માળાથી ભગવાન શ્રી અનંતનાથ સ્વામીની આરાધના કરો. રાજાએ એ મુજબ આરાધના શરૂ કરી ત્યારે અનંતનાથ પ્રભુના યક્ષ પાતાલદેવ અને અંકુશીદેવી પ્રગટ થયાં... અને રાજાના હાથમાં ચિંતાહર નામનો હાર આપ્યો અને કહ્યું આ હારથી તમો જે ઇચ્છા કરશો તે મુજબ મળશે પરંતુ સર્વપ્રથમ કલ્યાણકભૂમિ સમેતશિખર તીર્થની યાત્રા કરવા જજો. રાજા આ રીતની પ્રેરણા સાંભળી હારના પ્રભાવે સમેતશિખરજી પહોંચ્યા. ઠાઠ-માઠથી પરમાત્માની ભક્તિ કરી અને અનંતનાથપ્રભુ જે ટૂંક ઉપર નિર્વાણ પામ્યા છે તેવી સ્વયંભૂગિરિ પર ભવ્યજિનાલય બાંધી જીર્ણોદ્ધાર કરાવ્યો જે આજે પણ શાસ્ત્રોના પાને પ્રશંસાના પુષ્પો વેરી રહ્યા છે.
પી)
For Private and Personal Use Only