________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરૂઆતમાં આપણે અઢી કિ.મી. ઉપર ચઢી ગયા. આ હવે આવે છે. એ જગ્યાએથી બે રસ્તા પડે છે. આ ડાબી બાજુએ આપણે ચડીને જવાનું છે અને જમણી બાજુવાળો રસ્તે ટ્રેક્ટર જાય છે. એ રસ્તો ‘ડાક-બંગલા’ સુધી જાય છે. (થોડું આગળ વધતાં)
અને હવે, આવી જ્યાં ભાતું અપાય છે. તે ધર્મશાળા બાજુમાંથી સનનન સનનન કરતો અવાજ આવી રહ્યો છે. તે શીતળ ઝરણાંનો અવાજ છે. આ “ગાંધર્વ નાળું” છે. અહીં નિરંતર મીઠો કલરવ કરતું શીતળ ઝરણું વહ્યા જ કરે છે.
ચાલો... હવે આગળ ચઢીએ. ચઢાણ કપરું છે કેમ ? કંઈ નહિ ધીરે ધીરે ચઢીએ... ચાલો અર્ધે આવી ગયા. આ જુઓ અહીં બે રસ્તા આવે છે. એક રસ્તો ગૌતમસ્વામીની ટેકરીએ જવાય અને બીજો રસ્તો પારસનાથની ટૂંકે જાય છે. આપણે ગૌતમસ્વામીવાળા રસ્તે ઉપર ચઢવાનું છે. પાર્શ્વનાથ છેલ્લે જઈશું ! (થોડે આગળ વધ્યા બાદ) આ બે દેરીઓમાં કોઈ પૂજ્યોનાં પગલા છે. (નામ બરાબર ખબર નથી.) અને આ આવ્યું તે સીતાનાળું. અહીં બારેમાસ સતત પાણી વહ્યા જ કરે છે.
૩૯
For Private and Personal Use Only