________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોય દર્શન શુચિકારી તપ્ત સંસાર વારી વિઘન વિપદ હારી – ભાવના શુદ્ધિ ધારી જગતિ જયકારી – વાણી રાજેન્દ્ર કેરી ઘરત જયન્તચિત્તે – દુર ભવચક્ર કેરી. ત્યારબાદ, વાજતે-ગાજતે આપણે સહુ ભદૈની જઈએ.
અહોહો ! આ એ ધન્ય ધરતી ઉપર આપણે આવી ઊભા છીએ કે જયાં પ્રભુશ્રી સુપાર્શ્વનાથ સ્વામીજીના ચારચાર કલ્યાણકો – ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન થાય છે. ખરેખર આ ભૂમિ કેવી ભાગ્યવંતી છે !
કેવો સુંદર યોગ ! ભેલપૂરમાં પાર્શ્વનાથ તો ભદૈનીમાં સુપાર્શ્વનાથ... પાર્શ્વ-સુપાર્શ્વ સાથે ને સાથે.! ચાલો અહીં ખૂબ ભાવપૂર્ણ હૃદય વડે પ્રભુજીનાં દર્શન-વંદન કરીએ.. બધા સાથે બોલો.
સ્તુતિ શ્રી સુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્રમણિતાંઘયે, નમતુર્વર્ણ સંઘ, ગગનાભોગભાસ્વતે.
૧ ૨
For Private and Personal Use Only